GujaratAhmedabad

રાજ્ય સરકારે જીવન રક્ષક આવશ્યક દવાઓની યાદીમાં કર્યો ધરખમ વધારો

રાજ્ય સરકાર દ્વારા જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ 2024-25 માં નવી 665 દવાનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ રહેલી હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને 1382 થઈ ગઈ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવાની અમારી સરકારની પ્રાથમિકતા રહેલી છે. આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લીસ્ટ ને રીવાઈઝ કરાઈ છે. જ્યારે આ વર્ષે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હ્યદય રોગ, ડાયાબીટીશ, બી.પી. તેમજ કીડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.

તેની સાથે રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટની વાત કરીએ તો તેમાં પ્રાથમિક ઉપચારની 308 દવાઓ, સેકન્ડરી ઉપચારની 495 દવાઓ અને ટર્સરી ઉપચારની 1349 દવાઓ સિવાય સ્પેશિયલ સારવાર માટે 33 દવાઓનો સમાવેશ કરવામાં આવી છે. આ ડ્રગ લીસ્ટમાં 543 ટેબ્લેટ, 331 ઇન્જેક્શન, 300 સર્જીકલ અને 208 અન્ય દવાઓને સામેલ કરવામાં આવી છે.