GujaratMadhya Gujarat

રખડતા ઢોરના આતંકે ત્રણ સંતાનોના માથા પરથી પિતાનો હાથ છીનવ્યો

રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો થઈ ગયો છે. તો વળી કેટલાક લોકોએ તો રખડતા ઢોરના કારણે થયેલ અકસ્માતમાં પોતાનો જીવ પણ ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. બનાસકાંઠાનાલાખણીના ધુણસોલ ગામમાં આંખલા દ્વારા અડફેટે લેતા એક બાઈક સવાર ખેડૂતનું કરૂણ મોત નીપજ્મોયું હોવાની ઘટના સામે આવી છે. તેના લીધે સમગ્ર ગામમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠાના લાખણી ના ધુણસોલ ગામમાં રખડતા ઢોર ના લીધે એક ખેડૂતનો જીવ ગયો છે. ધુણસોલ ગામના ઈશ્વરભાઈ ચૌહાણ પોતાના ખેતરથી બાઈક લઈને ધુણસોલ આથળા રોડ પરથી જઈ રહ્યા હતા. એવામાં તે સમયે અચાનક આખલા દ્વારા તેમને અડફેટે લેવામાં આવ્યા હતા. તેમાં પણ જાણકારી સામે આવી છે કે, આ અડફેટમાં આખલાનું શિંગડું ખેડૂતના છાતીના ભાગમાં વાગ્યું હતું તેના લીધે તેમનું મોત નીપજ્યું હતું. એવામાં રખડતા ઢોર ના લીધે ઘરના મોભીનું મોત પરિવાજનોમાં ભારે રોષ રહેલો છે.

ઈશ્વરભાઈ ચૌહાણની વાત કરીએ તો તેમને સંતાનોમાં બે પુત્રો અને એક પુત્રી રહેલ છે. રખડતા ઢોરના લીધે આ ત્રણેય પિતાને ગુમાવી દીધા છે. તેની સાથે ઈશ્વરભાઈ ચૌહાણના પરિવાર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે રખડતા ઢોરને લઈને સખ્ત પગલા ભરવામાં આવે. તેના લીધે આવા અકસ્માતથી કોઈ પરિવારના સભ્યને ગુમાવવો ના પડે. જ્યારે પરિવાર દ્વારા સરકાર પાસેથી સહાયની માંગણી કરી છે.

મહત્વની વાત છે કે, રખડતા ઢોર મામલે અનેક વાર કાયદા બનાવવા સરકાર સમક્ષ માંગ કરાઇ છે. તેમ છતાં સરકાર દ્વારા રખડતા ઢોર ઉપર કોઈપણ જાતની કાર્યવાહી હાથ ધરાવામાં ના આવતા લોકોમાં રોષ છે. પરિવારનું કહેવું છે કે, રખડતા ઢોરને કારણે પરિવારના મોભીનું મોત નિપજતા પરિવારને સહાય મળવી જોઈએ.