IndiaNews

બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાના 51 કલાકમાં જ એ પાટા પર ટ્રેન દોડવા લાગી, વીડિયો સામે આવ્યો

ઓડિશાના બાલાસોરમાં સદીની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના બાદ માત્ર 51 કલાકમાં જ તે ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું હતું. જ્યાં ભયાનક અકસ્માત થયો હતો તે બહાનાગા રેલવે સ્ટેશનના રેલ ટ્રેક પર આજે રાત્રે ટ્રેનની અવરજવર ફરી શરૂ થઈ ગઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે સતત બે દિવસથી ઘટનાસ્થળે છે. જણાવી દઈએ કે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અંદાજિત 288 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

માહિતી મળી છે કે બહાનગા રેલ્વે સ્ટેશનની ડાઉન લાઇન અકસ્માતના 51 કલાકની અંદર ચાલુ કરી દેવામાં આવી છે, જેના પર પ્રથમ ટ્રેન શરૂ થઈ છે. આ પછી બીજી લાઇનને પણ ફિટનેસ આપવામાં આવી. આ દરમિયાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બંને ટ્રેક પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. દુર્ઘટનાના 51 કલાકમાં ટ્રેનની અવરજવર સામાન્ય થઈ ગઈ છે. હવેથી આ ટ્રેક પર ટ્રેનોની અવરજવર શરૂ થશે.

જણાવી દઈએ કે બાલાસોરમાં આટલી ભયાનક ટ્રેન દુર્ઘટનાના સમાચાર મળતા જ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્યારથી ત્યાં જ ઉભા છે. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશનથી લઈને રેલ્વે ટ્રેકના પુનઃસ્થાપન સુધી રેલ્વે મંત્રી સતત સ્થળ પર હાજર રહ્યા હતા અને ગ્રાઉન્ડ ઝીરોથી સમગ્ર કામગીરી પર નજર રાખી હતી. આ જ કારણ છે કે દુર્ઘટના બાદ આ ટ્રેક પર જેવી પહેલી ટ્રેન દોડે છે, રેલવે મંત્રી હાથ જોડીને પ્રણામ કરે છે. જુઓ વિડીયો: