AhmedabadGujarat

હવામાન વિભાગે ગરમીને લઈને કરી મોટી આગાહી, અમદાવાદમાં આવું રહેશે વાતાવરણ

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકોને આકરી ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. જ્યારે કમોસમી વરસાદની પણ શક્યતા રહેલી નથી. તેમ છતાં અરબી સમુદ્ર થી આવતા ભેજવાળા પવનો ના લીધે રાજ્યમાં  બફારો વધી ગયો છે. વાદળછાયા વાતાવરણ અને બફારા ની સાથે છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 2 દિવસ ગરમીમાં થોડો વધારો-ઘટાડો જોવા મળવાની શક્યતા રહેલી છે તેની સાથે આગામી 4 દિવસમાં ગરમીમાં ખાસ વધારો કે ઘટાડો જોવા મળશે નહીં. તેની સાથે તે શક્યતા છે કે ગરમીથી હજુ લોકોને રાહત મળવાની નથી.

નોંધનીય છે કે, સુરેન્દ્રનગરમાં 40 થી વધુ ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા રહેલી છે તેમજ રાજ્યના અન્ય શહેરોમાં તાપમાન નીચું જોવા મળી શકે છે જ્યારે અમદાવાદમાં ત્રણ દિવસ સુધી યેલો અલર્ટ રહેવાનું છે. તેની સાથે અમદાવાદમાં 4 દિવસ સુધી 41 ડિગ્રીની આજુબાજુ તાપમાન જઈ શકે છે.

 

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે