GujaratPorbandarSaurashtra

પાડોશીના ઘરમાં પત્ની એવી હાલતમાં મળી આવી કે….

પોરબંદરના ખડપીઠ વિસ્તાર ખાતે એક બંધ મકાનમાંથી ખૂબ જ ખરાબ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, તેમજ તે ઘરના માલિકનો લોહીથી લથબથ હાલતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતેથી એક કારમાંથી મળી આવ્યો છે. ત્યારે પોરબંદર અને સુરેન્દ્રનગરમાંથી મળી આવેલ આ મૃતદેહ પાછળ શુ છે સમગ્ર કારણ આવો જાણીએ.

મળતી માહિતી અનુસાર, પોરબંદર શહેરના નવી ખડપીઠ વિસ્તારમાં અશ્વિન બળેજા તેમની પત્ની કંચન બળેજા અને તેમની બે દિકરીઓ સાથે વસવાટ કરતા હતા. ત્યારે પત્ની કંચન કે જે ગર્ભવતી છે તે બે દિવસ અગાઉ સવારના સમયે આંગણવાડીમાં જવાનું કહીને ઘરેથી ગઈ હતી. પરંતું ત્યારપછી તે ઘરે પરત ન આવતા તેને ફોન કર્યો હતો. પરંતુ ફોન પણ બંધ આવતો હતો. જેથી આ અંગે પતિ અશ્વિને પોલીસને જાણ કરી હતી. અશ્વિન બળેજાની પાસે જ રહેતા ત્રિકમ ઉકા ચાવડા ઉર્ફે મુન્નો કે જે લિસ્ટેડ બુટલેગર પણ છે તેનું ઘર પણ બે ત્રણ દિવસથી બંધ હતું. ત્યારે પોલીસે બાતમીના આધારે મામલતદાર સહિતની હાજરીમાં પંચનામુ કરીને આ બંધ ઘરનું તાળુ તોડાવ્યુ હતુ. તાળું તૂટતા જ ઘરમાંથી ગુમ થયેલ કંચન બળેજાનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલાના પતિ અશ્વિન બળેજાના જણાવ્યા અનુસાર, પાડોશમાં દીકરા સાથે રહેતા અને દારૂ વેચનાર આ મુન્ના સાથે તેની પત્ની કંચનને સહેજ પમ બનતું નહતું. અને એટલે જ આ મુન્નો મારી પત્ની પર ગુસ્સો રાખતો હતો. મૃતકના પતિ અશ્વિને તો આ મુન્ના પર બીજા પણ ગંભીર આક્ષેપો પણ કર્યા હતા કે, આ વિસ્તારમાં સગીર વયની બે દીકરીઓ સાથે મુન્નાએ ના કરવાનુ કર્યુ હતુ. મારી ઘરવાળીને આ મુન્નાએ જબરજસ્તીથી ઘરમાં લઈ જઇ તેની હત્યા કરી હોય તેવી શંકા અશ્વિને વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પોલીસ મુન્નાની તપાસમાં લાગી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આ ત્રિકમ ચાવડા ઉર્ફે મુન્નાનો પણ એક કારમાંથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આ મોત પાછળનું સાચું કારણ જાણવા માટે થઈને મુન્નાના મૃતદેહને FSL માટે મોકલી આપ્યો છે. ત્યારે હાલ તો પોલીસ મૃતક મહિલા તેમજ મૃતક મુન્ના વચ્ચે શું સંબંધ હતો અને આ બંને હત્યા પાછળ શુ કારણ છે તે સહિતની દિશાઓમાં તપાસ કરશે.

તમને જણાવી દઈએ કે, હાલતો ચોટીલા ખાતેથી મળી આવેલ મુન્નાના મૃતદેહના કેસની તપાસ સુરેન્દ્રનગર પોલીસ તેમજ પોરબંદરમાંથી મળી આવેલ મહિલાના મૃતદેહની તપાસ પોરબંદર પોલીસ કરી રહી છે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.