દુનિયાના સૌથી યુવા વડાપ્રધાન લેશે છૂટાછેડા, PM સના મારિન (sanna marin) 19 વર્ષનો સબંધ છોડશે, જુઓ તેમની સુંદર તસવીરો

Sanna Marin : ફિનલેન્ડના વડા પ્રધાન સન્ના મારિન (sanna marin) નું 19 વર્ષનું લગ્નજીવન તૂટી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તેનો પરાજય થયો છે અને તે પદ છોડવાની તૈયારીમાં છે. ચૂંટણી હાર્યા બાદ તે ઓફિસ છોડવાની તૈયારી કરી રહી છે. તેણે કહ્યું કે તે છૂટાછેડા લઈ રહી છે. તેના પતિ અને તેણીએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે.
મારિને(sanna marin) એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કહ્યું કે અમે સાથે મળીને છૂટાછેડા માટે અરજી કરી હતી. અમે 19 વર્ષથી સાથે હતા તે માટે હું ખૂબ જ આભારી છું. હું ચોક્કસપણે મારા પતિથી છૂટાછેડા લઈ રહી છું, પરંતુ તે મારો શ્રેષ્ઠ મિત્ર રહેશે. તેના પાર્ટનરનું નામ માર્કસ રાયકોનેન છે અને સના તેની ‘બેસ્ટ ફ્રેન્ડ’ છે. માર્કસે તેની ઇન્સ્ટા પ્રોફાઇલ પર આ જાહેરાત કરી હતી.
મારિન અને રાયકોનેન બંને વેન્ચર કેપિટલ ફર્મમાં કામ કરતા હતા. બંનેએ કોવિડ મહામારી દરમિયાન વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. દંપતીને પાંચ વર્ષની પુત્રી છે. મારિને કહ્યું કે ‘અમે એક પરિવાર તરીકે સાથે સમય વિતાવવાનું ક્યારેય બંધ કરીશું નહીં,’. ગયા મહિને એપ્રિલમાં, મારિનની સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટીએ 200 સભ્યોની સંસદમાં માત્ર 43 બેઠકો જીતી હતી અને ત્રીજા ક્રમે આવી હતી. નેશનલ કોએલિશનને 48 અને ફિન્સ પાર્ટીને 46 સીટો મળી છે અને હવે બંને પાર્ટીઓ સાથે મળીને સરકાર બનાવવા માટે ચર્ચા કરી રહી છે. 37 વર્ષીય સના મારિન 2019માં વિશ્વની સૌથી યુવા વડાપ્રધાન બની હતી.
ખાનગીમાં પાર્ટી કરવાથી લઈને નાટોમાં તેના દેશનું નેતૃત્વ કરવા સુધી, સન્ના મારિન દાયકાઓમાં ફિનલેન્ડના સૌથી લોકપ્રિય વડા પ્રધાન હતા. કોરોના મહામારી દરમિયાન તેમની લોકપ્રિયતા ચરમસીમાએ હતી. કોરોના સામે લડવાની તેમની પદ્ધતિઓની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી. સન્ના મારિન (sanna marin) પોતાના અંગત જીવનને લઈને પણ વિવાદોમાં રહી છે. ગયા વર્ષે ઓગસ્ટ 2022માં પણ પાર્ટી કરતી જોવા મળી હતી.
સનાની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો હતો. તે આખી દુનિયામાં લાઈમલાઈટમાં હતી. જ્યારે વિવાદ વધ્યો તો તેણે ડ્રગ ટેસ્ટ પણ આપવો પડ્યો. સન્ના મારિનની સરકારે ઔપચારિક રીતે રાજીનામું આપી દીધું છે પરંતુ નવી સરકારની રચના અને નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ કાર્યવાહક તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.