જે યુવતી સાથે પરિવાર કરાવવાના હતા લગ્ન તેને જ લઈને ભાગી ગયો યુવક… જાણો શું છે સમગ્ર મામલો

ઉત્તર પ્રદેશના અમરોહમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક યુવક અને યુવતીના અરેન્જ મેરેજ થવાના હતા. પરિવારના લોકોએ યુવક યુવતી ની સગાઈ પણ નક્કી કરી નાખી હતી. પરંતુ સગાઈના થોડા દિવસ પહેલા જ યુવક યુવતીને લઈને ભાગી ગયો અને પરિવારને જણાવ્યા વિના નિકાહ કરી લીધા.
અહીંના કોતવાલી ક્ષેત્રમાં એક વ્યક્તિએ પોતાના દીકરાનો સંબંધ પોતાની સાળીની દીકરી સાથે નક્કી કર્યો હતો. બંને એક જ વિસ્તારમાં રહેતા હતા તેથી પરિવારના લોકો બંનેના લગ્ન માટે તૈયાર થઈ ગયા. યુવક યુવતીએ પણ એકબીજાને પસંદ કર્યા તો બંનેની સગાઈ પણ થઈ ગઈ અને લગ્ન કરવાની તારીખ પણ નક્કી થઈ ગઈ. યુવક અને યુવતી પણ એકબીજાને પ્રેમ કરતા હતા.
પરંતુ એક દિવસ યુવતીના પરિવારે અચાનક જ યુવક સાથે સંબંધ તોડી નાખ્યો અને બીજો યુવક શોધવા લાગ્યો. જ્યારે યુવતીએ આ વાત યુવકને જણાવી તો તે આશ્ચર્યમાં પડી ગયો કારણકે સગાઈ પછી બંને એકબીજાને મળતા હતા અને હવે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. તેથી બંનેએ નક્કી કરી લીધું કે લગ્ન તો તે બે જ કરશે.
તેવામાં યુબક પોતાની જ મંગેતરને લઈને ભાગી ગયો અને પરિવારને જણાવ્યા વિના નિકાહ કરી લીધા. બીજી તરફ યુવતી ના પરિવાર જનોએ દીકરી ગુમ છે તેવી પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ કરી તો સામે આવ્યો કે જે યુવક સાથે તેની સગાઈ થઈ હતી તે યુવક તેને ભગાડીને લઈ ગયો છે કારણ કે બંનેના પરિવાર વચ્ચે ઝઘડો હતો અને તેઓ લગ્ન તોડી નાખવાના હતા.