AhmedabadGujarat

અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, વિજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. એવામાં અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. અમદાવાદના વેજલપુર, ચાંદલોડિયા, એસ જી હાઈવે, ગોતામાં વીજળીના કડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. છેલ્લા એક કલાકથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં અમદાવાદમાં વિજળીના કડાકા સાથે વરસાદ શરુ થયો હતો. અમદાવાદ સહિત જિલ્લામાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. એવામાં આ મુજબ, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદી માહોલ બન્યો છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા વેસ્ટન ડિસ્ટર્બન્સના લીધે આગામી પાંચ દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લામાં વરસાદ માહોલની આગાહી કરી છે.

અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે અને તે વરસાદી માહોલ બન્યો છે. તેની સાથે ગુજરાતના ઘણા ભાગમાં ચક્રવાતની પણ આગાહી કરી છે. જેમાં 28 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે. અરબ સાગરમાં મધ્ય પ્રકારનું ચક્રવાતથી રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

તેની સાથે આ આઈપીએલની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવવાની છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ IPL 2023 ની ફાઈનલ મેચ ટકરાઈ છે. પરંતુ આ મેચમાં વરસાદ હાલ વરસાદ વિલન બન્યો છે.