Gujarat

બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં કર્યો નિર્ણય, પશુપાલકોની આવકમાં થશે વધારો

બનાસ ડેરી એ બનાસકાંઠા જિલ્લાની શાન છે. બનાસકાંઠા જિલ્લામાં વસતા લાખો પશુપાલકો બનાસ ડેરી સાથે સિધી રીતે જોડાયેલા છે. ત્યારે બનાસ ડેરીએ પશુપાલકો માટે ફાયદાકારક નિર્ણયની જાહેરાત કરી છે. દૂધના ખરીદ ભાવમાં બનાસ ડેરીએ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. દૂધના ખરીદ ભાવમાં બનાસ ડેરીએ પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે બનાસ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને નિર્ણયના પગલે ફાયદો પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, દૂધના ખરીદ ભાવમાં બનાસડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં છે. આ નિર્ણયને પગલે હવે બનાસ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને પ્રતિકિલો ફેટે 820 રૂપિયા મળશે. આ પહેલા દૂધના પ્રતિકિલો ફેટે પશુપાલકોને 805 રૂપિયા મળતા હતા.

નોંધનીય છે કે, પશુપાલકો દૂધના વ્યવસાય થકી પોતાનો વધુને વધુ આર્થિક વિકાસ હાંસલ કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે પશુપાલકોના હિત માટે માટે બનાસ ડેરી દ્વારા આ નિર્ણય લેવાયો છે. દૂધના ખરીદ ભાવમાં હવેથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂપિયા 15નો વધારો મળશે.