health

આ ફળ અને શાકભાજીમાં હોય છે એન્ટી કેન્સર ગુણ જે શરીરનું રક્ષણ કરે છે કેન્સરથી

આજના સમયમાં લાઈફ સ્ટાઈલ ના કારણે કેટલાક રોગ નાની ઉંમરમાં થઈ જતા હોય છે. ઘણા લોકો સ્થૂળતા અને ડાયાબિટીસથી પીડિત હોય છે જેના કારણે તેમને જીવલીયન બીમારી પણ થઈ શકે છે. આ બીમારીઓને સાથે કેન્સરનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તેવામાં આજે તમને જણાવીએ એવા ફળ અને શાકભાજી વિશે શેમાં કુદરતી રીતે એન્ટી કેન્સર ગુણ હોય છે. એટલે કે આ ફળ અને શાકભાજીનું સેવન કરવાથી શરીરમાં કેન્સરને વધારતા તત્વો નો નાશ થાય છે.

ખોરાકમાં ગડબડ થાય અથવા તો એવી વસ્તુઓનું સેવન કરવામાં આવે જે શરીરને માફક ન આવે ત્યારે પણ કેન્સર થવાનું જોખમ વધી જાય છે. તેવામાં જરૂરી છે કે લોકો સ્વસ્થ અને પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરે. તો આજે તમને જણાવીએ કેટલીક એવી વસ્તુઓ જે શરીરમાં કેન્સરને વધતું અટકાવે છે

બ્રોકલી – બ્રોકલી એન્ટી કેન્સર તત્વો ધરાવતી વસ્તુ છે. બ્રોકલીમાં સલ્ફોરાફેન નામનું તત્વ હોય છે. બ્રોકલી નું સેવન કરવું મહિલાઓ માટે લાભકારી છે કારણ કે આ તત્વ સ્તન કેન્સરની કોશિકાઓને વધતી અટકાવે છે અને કેન્સરથી રક્ષણ કરે છે.

ગાજર – શિયાળાની ઋતુમાં ગાજર ભરપૂર પ્રમાણમાં મળે છે. ગાજરનું સેવન કરવું પણ લાભકારી છે. રિસર્ચ અનુસાર ગાજર ખાવાથી પેટનું કેન્સર થવાનું જોખમ 26% સુધી ઘટી જાય છે. સાથે જ ગાજરનું સેવન કરવાથી પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ પણ ઓછું થાય છે.

ખાટા ફળ – રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ખાટા ફળ ખાવાથી પણ કેન્સર થવાનું જોખમ ઘટે છે. ખાટા ફળ એટલે કે સંતરા, ટામેટા, દ્રાક્ષ, કીવી, ચેરી જેવી વસ્તુઓનું સેવન કરવાથી પાચન અને શ્વસન તંત્ર સંબંધિત કેન્સર થવાનું જોખમ ઘટે છે.

ટામેટા – ટામેટાનું સેવન કરવાથી પણ કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે. ટામેટામાં લાઈકોપીન નામનું તત્વ હોય છે. આ તત્વનું સેવન કરવાથી પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે.