India

આવી રીતે લોકોને મૂરખ બનાવે છે ભિખારીઓ, વીડિયો જોઈને તમારી પણ ઉઘળી જશે આંખ

દેશમાં ઘણા એવા લોકો છે જેમને આજે પણ ભીખ માંગીને પોતાનું જીવન પસાર કરવું પડે છે. ભીખ માંગતા લોકો મંદિર ટ્રાફિક સિગ્નલ બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન પર મોટાભાગે જોવા મળે છે. કેટલાક લોકો એવા હોય છે જેમને આવા લોકો પર દયા આવી જાય છે અને તેમને ભીખમાં પૈસા આપી દેતા હોય છે

પરંતુ આજના સમયમાં દરેક ભિખારી ભીખ માંગવા માટે મજબૂર હોય તેવું જરૂરી નથી. કેટલાક લોકોએ ભીખ માગવાને પણ ધંધો બનાવી લીધો છે. લોકોની દયા પ્રાપ્ત કરવા માટે ભિખારી અવનવા કીમિયા અજમાવે છે. સોશિયલ મીડિયા પર આવા જ એક ભિખારી નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને તમારી આંખો પણ ખોલી જશે અને કોઈ પણ ભિખારી પર દયા ખાતા પહેલા તમે પણ એકવાર વિચારશો.

વીડિયોમાં એક ભિખારી ટ્રેનમાં ભીખ માંગતો જોવા મળે છે. તે બરાબર રીતે ચાલી શકતો નથી તેથી ટ્રેનમાં સવાર કેટલાક લોકોને તેના પર દયા આવે છે અને તેને પૈસા દેવા લાગે છે. ટ્રેનમાં એક સ્ટોપ આવે છે અને ભિખારી ડબ્બામાંથી ઉતરી જાય છે.

ભિખારી ટ્રેન ના ડબ્બામાંથી ઉતરે છે કે પોતાના બંને પગ પર ઉભો થઈને બરાબર રીતે ચાલવા લાગે છે અને બીજી ટ્રેનના ડબ્બામાં ચડી જાય છે. એટલે કે આ વ્યક્તિ ભીખ માગવા માટે ટ્રેનની અંદર દિવ્યાંગ હોવાનું નાટક કરે છે.સમગ્ર ઘટનાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના ઉપર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયોને જોઈને હસી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે ભીખ આપતા પહેલા બરાબર રીતે વિચારી લેવું જોઈએ દરેક વ્યક્તિ દયાને પાત્ર નથી હોતી.

નાના બાળકોને પણ ભીખ આપવાનો કોઈ ફાયદો નથી કારણ કે નાના બાળકોની ગેંગને પણ તેનો લીડર કે માતા-પિતા ચલાવતા હોય છે જ્યારે તમે બાળકોને ખાવા પીવા માટે પૈસા આપો છો તો તે પૈસા તેની ગેંગનો લીડર અથવા તો માતા-પિતા લઈ લેતા હોય છે.