આ વ્યક્તિ નશામાં કૂતરાના કાન અને પૂંછડી કાપી અને મીઠું નાખીને ખાઈ ગયો..પછી,
ઉત્તર પ્રદેશના બરેલીમાં ફરી એકવાર માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. એક શરાબીએ કૂતરાના બે કાન અને પૂંછડી કાપી નાખી અને મીઠું નાખીને સાથે દારૂ પી ને ખાઈ ગયો. કૂતરાના એક બચ્ચા નો કાન કપાઈ ગયો હતો જ્યારે બીજા બચ્ચા ની પૂંછડી કપાઈ ગઈ હતી.
જેણે પણ આસમાચાર સાંભળ્યા, તેનો આત્મા કંપી ગયો. ઘાયલ ગલુડિયાની સારવાર ચાલી રહી છે જ્યાં તેની હાલત નાજુક છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.આ ઘટના ફરીદપુર પોલીસ સ્ટેશન વિસ્તારની એસડીએમ કોલોનીની જણાવવામાં આવી રહી છે, જ્યાં નશામાં ધૂત વ્યક્તિએ કૂતરાના બચ્ચા ના કાન અને પૂંછડીનો ઉપયોગ આલ્કોહોલના સ્વાદ તરીકે કર્યો હતો અને તેને કાપીને મીઠું નાખીને ખાઈ ગયો.
જણાવવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર મામલામાં મુકેશ વાલ્મિકી અને અન્ય એક વ્યક્તિએ સાથે બેસીને દારૂ પીધો હતો અને દારૂના નશામાં બે કૂતરા સાથે આ અમાનવીય વર્તન કર્યું હતું. આ પછી પીપલ ફોર એનિમલ્સ સંસ્થાના સભ્ય ધીરજ પાઠક વતી ફરીદપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીઓ સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.