15 હજાર કિલો વજનની ટ્રકને દાંત વડે ખેંચીને આ વ્યક્તિએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ગિનિસ બુકે શેર કર્યો વીડિયો

ઈજીપ્તના અશરફ સુલેમાને પોતાના દાંત વડે સૌથી ભારે ટ્રક ખેંચીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે હાલમાં જ અશરફના આ પરાક્રમનો વીડિયો શેર કર્યો છે. ગિનિસ બુક અનુસાર, અશરફે દાંતમાં દોરડું બાંધીને 15 હજાર 730 કિલો વજનની ટ્રક ખેંચી હતી. તેનો આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ગિનીસ બુકે 3 જાન્યુઆરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો, જેના પર 4 લાખથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે. આ અદ્ભુત વિડીયો જોઈને લોકો અનેક ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘અશરફ ટૂંક સમયમાં ટૂથપેસ્ટની એડમાં જોવા મળશે.’ અન્ય યુઝરે લખ્યું, ‘આ વ્યક્તિના ડેન્ટિસ્ટ કોણ છે? હું તેને મળવા માંગુ છું.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘તમારી ટૂથપેસ્ટમાં કેટલું મીઠું છે?’ જુઓ વિડીયો…