India

હોકી વર્લ્ડ કપમાં રમી ચૂકેલો આ ખેલાડી રહે છે કાચા મકાનમાં, ઘરમાં નથી લાઈટ કે પાણી

ભારતની રાષ્ટ્રીય રમત હોકી નો વર્લ્ડ કપ ભારતમાં જ રમાઈ રહ્યો છે. હોકી વર્લ્ડ કપ માં 16 ટીમ ભાગ લઈ રહી છે. ત્યારે ભારત આ વખતે વિશ્વ કપ પોતાના કબજે કરવા એડી ચોટીનું જોર લગાડશે. આ વર્લ્ડ કપ ઓડીસા ના ભુવનેશ્વર માં થઈ રહ્યો છે.

વિશ્વ કપની પહેલી મેચ ભારત અને સ્પેન વચ્ચે રમાઈ હતી જેમાં ભારતીય ટીમ જીત પ્રાપ્ત કરી હતી. ભારતની હોકી ટીમ એ વર્ષ 1975 માં વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારથી ભારતના હાથ ખાલી છે. આ વખતે ભારતીય ટીમમાં નીલમ સંજીવ પણ રમી રહ્યા છે.

નીલમ હોકી ટીમના સ્ટાર ડિસેમ્બર છે. નીલમ જ્યારે ટીમની સાથે હોય છે ત્યારે ભવ્ય જીવન જીવે છે, તે મોંઘી હોટલમાં રહે છે અને ખાવા પીવાનું પણ શાનદાર હોય છે. પરંતુ જ્યારે તેઓ ઘરે જઈ જાય છે ત્યારે પરિવાર સાથે એકદમ સામાન્ય જીવન જીવે છે. તેમના પરિવારની હાલત ખૂબ જ ખરાબ છે તેઓ એક કાચા મકાનમાં રહે છે અને આર્થિક તંગી નો સામનો કરે છે.

તેમની પાસે ન પાકું ઘર છે કે ન પાણી કે લાઈટનું કનેક્શન. 24 વર્ષના નીલમ ઓડિસાના રહેવાસી છે. તેના ઘર પરિવારની હાલત ખૂબ જ ખરાબ છે અને આખા પરિવારની જવાબદારી પણ તેમના ઉપર છે.

નીલમ નું નાનપણ પણ ગરીબીમાં જ પસાર થયું છે. નીલમ પાસે હોકિસ્ટિક ખરીદવાના પણ પૈસા ન હતા. તેનો પરિવાર ગામમાં રહીને શાકભાજીની ખેતી કરવાનું કામ કરે છે પરિવારના સભ્યોને મજૂરી કરવા પણ જવું પડે છે. નીલમ ના કાચા મકાનમાં તેણે જીતેલી ટ્રોફી અને સર્ટિફિકેટ જોવા મળે છે.નીલમ ના પિતા નું કહેવું છે કે તેમને ક્યારેય સરકાર તરફથી મદદ મળી નથી તેથી જ તેઓ કાચા મકાનમાં રહે છે. જો તેમના દીકરાને મોટો બ્રેક મળશે તો તેઓ એક પાકા મકાનમાં રહી શકશે.