યુપીના પ્રયાગરાજમાં શનિવારે રાત્રે અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સ્થળ પરથી 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેયની ઓળખ લવલેશ તિવારી, અરુણ મૌર્ય અને સની તરીકે થઈ છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે, જ્યારે અરુણ મૌર્ય કાસગંજનો રહેવાસી છે. ત્રીજો આરોપી સની હમીરપુરનો છે. આમાંથી એક શૂટરે અતિકને નજીકથી ગોળી મારી હતી જ્યારે અન્ય બે શૂટરોએ અશરફ પર ગોળીબાર કર્યો હતો. હવે આ ત્રણ હુમલાખોરોની સંપૂર્ણ કુંડળી સામે આવી છે.
કોણ છે લવલેશ તિવારી? અતીક પર ફાયરિંગ કરતા વીડિયોમાં જોવા મળેલો લવલેશ તિવારી માત્ર 22 વર્ષનો છે અને તે બાંદાનો રહેવાસી છે. તેના પિતાનું નામ યજ્ઞ કુમાર તિવારી છે. તેની વિરુદ્ધ યુપીના બાંદાના કોતવાલી નગર અને બાબેરુ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી, મારપીટ, મહિલાઓની છેડતી અને આઈટી એક્ટનો કેસ નોંધવામાં આવ્યો છે.
કોણ છે અરુણ મૌર્ય? અરુણ મૌર્યની ઉંમર માત્ર 18 વર્ષની છે. તેમના પિતાનું નામ દીપક કુમાર છે. અરુણના ગુનાહિત ઇતિહાસની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાજકોટમાં અંધશ્રદ્ધાની ઘટના, પતિ-પત્નીએ માથું કાપીને હવનકુંડમાં હોમી દીધું
સની શું કરે છે? મોહિત ઉર્ફે સની 23 વર્ષનો છે. તેના પિતા મૃત્યુ પામ્યા છે અને તે એક વ્યાવસાયિક ગુનેગાર છે. સન્ની પોલીસ સ્ટેશન કુરારાનું હિસ્ટ્રીશીટર છે. તેની સામે કુલ 14 કેસ નોંધાયેલા છે. જેમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, ગેરકાયદેસર હથિયાર, ગેરકાયદેસર ડ્રગ્સની હેરફેર અને ગેંગસ્ટર એક્ટનો સમાવેશ થાય છે.
આ હુમલાખોરો પાસેથી એક 30 પિસ્તોલ (7.62) દેશી બનાવટની, એક 9 એમએમની પિસ્તોલ ગિરસાન (તુર્કીમાં બનેલી) અને એક 9 એમએમની પિસ્તોલ, જીગાના (તુર્કીમાં બનેલી) મળી આવી હતી.
આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આ તારીખના વરસાદી માહોલ બનશે
આ પણ વાંચો: અમદાવાદના અંબિકા દાળવડા સેન્ટરને કરવામાં આવ્યું સીલ, જાણો શું છે મામલો?