South GujaratGujaratSurat
સુરતમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક પરિવારના ત્રણ દાઝ્યા
સુરતના ઉન વિસ્તારથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં બે વર્ષના માસુમ બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા ઈજાગ્રસ્ત થયા છે. આ ત્રણેયને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જેમાં બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજ અચાનક આગ લાગી જતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયો હતો.
આ મામલામાં જાણકારી સામે આવી છે કે ,ઉન વિસ્તારમાં રહેનાર પરિવાર ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં ગંભીર રીતે દાઝી જતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે. સુબોધ પ્રસાદ ઉન વિસ્તારમાં પોતાની પત્ની અને બે વર્ષના માસૂમ બાળક સાથે રહે છે. એવામાં ગઈ કાલના સુબોધ પ્રસાદ પોતાના કામે ગયેલા હતા.તે દરમિયાન તેમની પત્ની ગુડિયા પ્રસાદ,બાળક સુમીત અને સાળો નિરજકુમાર ઘરે રહેલા હતા.પત્ની ગુડિયા કુમારી ઘરમાં ગેસ પર રસોઈ બનાવી રહી હતી. તે સમયે અચાનક ગેસ લીકેજ થઈ જતા આગ ફાટી નીકળતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયો હતો.
તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં સુબોધ પ્રસાદના પત્ની ગુડિયા કુમારી,બાળક સુમિત અને સાળો નીરજ કુમાર ગંભીર રીતે દાઝી જતાં આ મામલામાં સ્થાનિક લોકો દ્વારા ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને સુરત નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જેમાં બે વર્ષના બાળક સુમિતની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલમાં ત્રણેય ને સારવાર અર્થે હોસ્પિટલ ના બર્નસ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા..ત્યાં તેમની વધુ સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને લઈને પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.