કરુણ ઘટના : રાજકોટમાં કેન્સરની બીમારીથી કંટાળી પતિએ ઝેર પીધું તો પત્નીએ ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું
રાજકોટ શહેરથી કરુણ ઘટના સામે આવી છે. રાજકોટના કુવાડવા રોડ પર મારૂતિનગર-2 માં રહેનાર શૈલેષ બાબુભાઈ ચૌહાણ અને તેના પત્ની કિરણબેન દ્વારા ગઈકાલના ઘરમાં આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. શૈલેષભાઈને ચોથા સ્ટેજનું કેન્સર રહેલું હતું. તેના લીધે તેમને કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જ્યારે તેમની પત્ની કિરણબેન દ્વારા ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેવામાં આવ્યું હતું. તેના લીધે પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
જાણકારી મુજબ, શૈલેષભાઈને ભાગીદારીમાં ગેસના બાટલાની એજન્સી રહેલી હતી. તેમના દ્વારા કેન્સર ડિટેકટ થતા તેમણે કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમને ચોથા સ્ટેજનું કેન્સરથી રહેલું હતું. તેના લીધે સમગ્ર શરીરમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો અને તેના લીધે બેસી કે જમી પણ શક્યતા નહોતા. આ કારણોસર તેમને કંટાળીને ગઈકાલ સાંજના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દીધું હતું.
જ્યારે પતિ દ્વારા ઝેરી દવા પીને આપઘાત કર્યાની જાણ તેના પત્ની કિરણબેનને થતા તેમના દ્વારા મકાનના બીજા માળે આવેલા રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ બાદમાં બહાર ગયેલી મૃતકની એકની એક પુત્રી બંસરી પાંચ વાગ્યાની આજુબાજુ ઘરે આવતા તેના પિતા ઉલટી કરેલી અવસ્થામાં જોવા મળ્યા હતા. જ્યારે ઉપર જોયું તો તેની માતા લટકેલી હાલતમાં જોવા મળી હતી. માતા-પિતાને આ હાલતમાં દીકરી આઘાત સહન ના કરી શકતા તે બેહોશ થઈ ગઈ હતી.
ઘટનાની જાણકારી મળતા બી-ડિવીઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી આવી આ મામલામાં વધુ કાર્યવાહી શરુ કરી હતી. આપઘાત પહેલા શૈલેષભાઈ દ્વારા સ્યુસાઈડ નોટ પણ લખવામાં આવી હતી તે પોલીસને મળી આવેલ છે. જેમાં કેન્સરની બીમારીની પીડા સહન નથી થતી હવે સહન શક્તિ મારામાં રહેલ નથી. તેના લીધે કંટાળી આ પગલું ભરી રહ્યાનો તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બી-ડિવીઝન પોલીસ દ્વારા સ્યુસાઈડ નોટ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.