AstrologyGujaratIndia

તીર્થધામ અંબાજી : મા અંબાના સાનિધ્યમાં ભક્તોને ફક્ત 16 રૂપિયામાં ભરપેટ જમવા મળે છે,

નમસ્કાર મિત્રો,આપણા ગુજરાતમાં આવેલ આ શક્તિપીઠ એટલે અંબાજી મંદિર.માન્યતા અનુસાર અહિયા સતીમાતાનું હ્રદય પડ્યું હતું એટલે આ શક્તિપીઠ કહેવાય છે.અંબાજીમાં આવેલ ગબ્બરને ઘણા આરાસુર પર્વત તરીકે પણ ઓળખે છે.એવું કહેવાય છે કે માતા ભગવતીએ અહિયાં આરાસુર સહીત મહિષાસુર અને શુંભ-નીશુંભ જેવા રાક્ષસોનો અહિયાં નાશ કર્યો હતો.

અંબાજી મંદિરના ચોકને ચાચર ચોક તરીકે ઓળખવામાં આવે છે,અને મિત્રો જો તમે મા અંબાના સાનિધ્યમાં દર્શન કરવા આવો તો જમવા માટે ખૂબ જ વ્યવસ્થા કરેલ છે,જેનું નામ અંબિકા ભોજનલય છે,જે મંદિરથી 100 મીટરના અંતરે આવેલ છે.જ્યાં મંદિર ટ્રસ્ટ તરફથી ખૂબ જ સસ્તા દરે ભાવિકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સવાર-સાંજ તમે અહિયાં ભરપેટ જમી શકો છો.જો જમવામાં મિષ્ટાન હોય તો ભાવિકો જોડેથી 21 રૂપિયા લેવામાં આવે છે,આમ તો ડિશના કુલ 42 રૂપિયા થાય છે પરંતુ 21 રૂપિયા મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે,અને જો મિષ્ટાન ન હોય તો ભાવિકોને 16 રૂપિયામાં ભરપેટ જમવા મળે છે,આમ તો ડિશના 32 રૂપિયા થાય છે.બીજા 16 રૂપિયા મંદિર ટ્રસ્ટ તરફથી ચૂકવવામાં આવે છે.

માતાજીના સાનિધ્યમાં રોજના હજારો ભાવિકો પ્રસાદ જમે છે.વધુમાં જણાવી દઈએ તો પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના બાળકોને અંબિકા ભોજનાલયમાં મફત જમાડવામાં આવે છે પરંતુ અમુક માહિતી રજૂ કરવાની હોય છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.