ટોયલેટમાં ૧૦-૧૫ મિનિટ બેસી રહેવા છતાં પેટ સાફ ન થાય તો આજ સવારથી જ આ કસરત ચાલુ કરી દો, પછી જુઓ તેનું પરિણામ,
નમસ્કાર દોસ્તો,આજે આપણે એક એવી કસરત વિશે જાણીશું,જે કસરત કરવાથી પેટ સાફ થઈ જાય છે,આપણે જોઈએ તો આજકાલ ઘણા લોકોને પેટ સાફ ન થવાની સમસ્યા જોવા મળી રહી છે.દિવસ દરમિયાન જે કઈ ખાધું હોય જેમાં તળેલું કે બજારુ વસ્તુ ખાવાથી આપણું પેટ બગડે છે.અને પછી કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
માટે આજે આપણે એક એવી કસરત વિશે જાણીશું જે કસરત કરવાથી પેટ એકદમ સાફ થઈ જશે,તો ચાલો જાણીએ.સૌથી પહેલા સવારે નરણા કોઠે 2 ગ્લાસ હુંફાળું પાણી ધીમે ધીમે પીવો, ત્યારબાદ પાણી પીધા બાદ ૨-૫ મિનિટ થોડુક ચાલો.ત્યારબાદ મલાસન કરવાનું છે,
જે લોકોને પેટ વ્યવસ્થિત સાફ ન થતું,ટોયલેટમાં ૧૦-૧૫ મિનિટ બેસી રહેવા છતાં પેટ સાફ ન થતું હોય તેઓએ આ આસન કરવાનું છે.તેમના માટે આ આસન સારામાં સારી કસરત છે,મલાસન કરવાથી શરીરમાં રહેલ મળ નીચે તરફ ગતિ કરે છે,અને પેટ એકદમ સાફ થઈ જશે.આ સિવાય જે લોકોને ગેસની તકલીફ હોય તેઓએ ગેસ મટાડવા માટે પવન મુક્તાસન આસન કરવાનું છે.
આનાથી ગેસ,કબજિયાત,અને એસિડિટીમાં છુટકારો મળે છે.નોંધ : જો તમને વધુ પડતી કબજિયાત રહેતી હોય તો યોગ્ય ડોક્ટરની સલાહ જરૂર લો,અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.