GujaratAhmedabad

મહુધા-નડિયાદ રોડ પર બસની અડફેટે આવતા મોપેડ ચાલકનું કરુણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત નડિયાદ થી સામે આવ્યો છે.

જાણકારી મુજબ, મહુધા-નડિયાદ રોડ પર આવેલ ભૂલી ભવાની પાટિયા પાસે બસ દ્વારા મોપેડ ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મોપેડ ચાલકનું માંથું છુંદાઈ જવાના કારણે તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને લઈને મહુધા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક લોકોની જાણકારી મુજબ, આણંદ બોચાસણના અશોકભાઈ જ્યંતિભાઈ ચુનારા નામનો યુવક ભેંસ લે-વેચ નો ધંધો કરતો હતો. તેને કઠલાલ છીપડી તાબાના તાતણીયા ખાતે આવેલ પોતાની સાસરી ની આજુબાજુ આપેલ ભેંસ ની ઉઘરાણી કરવા માટે ગયો હતો. આ ઉઘરાણી કરી ત્રણ વાગ્યાની આજુબાજુ મોપેડ લઇ બોચાસણ પરત આવા માટે નીકળ્યો હતો.

જ્યારે અશોકભાઇ ગઈ કાલના સાંજના સમયે નડિયાદ-મહુધા રોડ પર ભુલાઈ ભવાની પાટિયા પાસે નડિયાદ તરફ થી આવતી નડિયાદ છીપડી બસના ચાલક દ્વારા ઓવરટેક કરતા સામેથી મોપેડ લઈને આવતા અશોક ભાઈ ચુનારા ને અડફેટે લેવામાં આવ્યા હતા. જેમાં બસનો ડ્રાઈવર સાઈડ આગળનો ભાગ વાગતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેના લીધે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાની જાણકારી સ્થાનિક પોલીસને આપતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પીએમ અર્થે મહુધા સીએચસી મોકલી દેવાયો હતો. આ ઘટનાને લઈને મહુધા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.