શું તમને પણ વારંવાર આવી જાય છે હેડકી, તો અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, જુઓ પછી….
હેડકી એક સામાન્ય સમસ્યા છે. ઘણી વખત ઝડપથી ખોરાક ખાવાથી, રોક્યા વગર પાણી પીવાથી કે ગરમ મરચાં ખાવાથી હેડકી આવવા લાગે છે. સામાન્ય રીતે પાણી પીવાથી હેડકીની સમસ્યામાંથી રાહત મળે છે, પણ અનેક વખત પાણી પીવા છતાં હેડકી બંધ થતી નથી. ક્યારેક-ક્યારેક હેડકી આવવી એ સામાન્ય વાત છે, પણ જો તમને વારંવાર હેડકી આવતી હોય તો તે ઘણી બધી સમસ્યાઓનો સંકેત પણ આપી શકે છે. હેડકીનું મુખ્ય કારણ ડાયાફ્રેમનું સંકોચન છે. આ સિવાય ગેસ, પાચનમાં ગડબડ, ગરદનમાં કોઈપણ પ્રકારની ગાંઠ કે ગઠ્ઠો કે મગજમાં ઈજા થવાને કારણે પણ વારંવાર હેડકી આવવાની ફરિયાદો થઈ શકે છે. આવા સમયમાં હેડકી રોકવા માટે તમે કેટલાક આયુર્વેદિક ઉપાયોનો આશરો લઈ શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક આયુર્વેદિક ઉપાયો જણાવી રહ્યા છીએ, જે તમને હેડકીને કંટ્રોલ કરવામાં મદદ કરશે…
હિંગ અને ઘી…પેટમાં ગેસ હોય તો પણ વારંવાર હેડકી આવવાની સમસ્યા થઈ શકે છે. તેનાથી રાહત મેળવવા માટે તમે હિંગ અને ઘીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક ચમચી ઘીમાં 2-3 ચપટી હિંગ મિક્સ કરો. પછી તેને ગેસ પર ગરમ કરો. આ પછી તેને એક ગ્લાસ છાશમાં ભેળવીને પી લો. તમે દિવસમાં બે વાર તેનું સેવન કરી શકો છો. હિંગ અને ઘીનું મિશ્રણ કરીને ખાવાથી હેડકી બંધ થઈ જશે.
કાળા મરી…જો તમને વારંવાર હેડકી આવતી હોય તો તમે કાળા મરીનું સેવન કરી શકો છો. તેનાથી તમારી હેડકી બંધ થઈ શકે છે. આ માટે 2-3 કાળા મરીના દાણા લો. તેમાં અડધી ચમચી ખાંડ મિક્સ કરો. હવે તેને ધીરે ધીરે ચાવો. આમ કરવાથી હેડકી જલ્દી બંધ થઈ જાય છે.
ઈલાયચી..ઈલાયચીનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનની સુગંધ અને સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે, પણ શું તમે જાણો છો કે હેડકીની સમસ્યાને રોકવા માટે પણ તમે એલચીનો ઉપયોગ કરી શકો છો. જો તમે વારંવાર હેડકીથી પરેશાન છો તો એક ગ્લાસ પાણી ઉકાળો. પછી તેમાં એક ચમચી એલચી પાવડર ઉમેરો. તેને થોડું ઠંડુ કરીને પી લો. આમ કરવાથી તમને હેડકીની સમસ્યામાંથી જલ્દી રાહત મળશે.
ઠંડા પાણીના કોગળા..વારંવાર હેડકી આવે તો ઠંડા પાણીથી કોગળા કરો. આ હેડકીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. હકીકતમાં ઠંડા પાણીથી કોગળા કરવાથી સ્નાયુઓ શાંત થાય છે. તેનાથી તમારી હેડકી બંધ થઈ શકે છે. આ સિવાય વારંવાર હેડકી આવવાની સ્થિતિમાં તમે ઠંડા પાણીનું સેવન પણ કરી શકો છો.