);});
Astrology

રવિવાર અને એકાદશીના દિવસે ભૂલથી પણ ન ચઢાવો તુલસીના છોડને પાણી, જાણો કારણ…

ભારતમાં દરેક ઘરમાં તુલસીનો છોડ જોવા મળતો જ હોય છે. એવું માનવામાં આવે છે કે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ વસે છે. જે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મહેરબાન રહે છે. દરેક ઘરમાં દરરોજ તુલસીના છોડને પાણી ચઢાવવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. આ પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવે છે. કારણ કે, કેટલાક દિવસો એવા માનવામાં આવે છે જેમાં તુલસીના છોડને પાણી ચઢાવવું વર્જિત માનવામાં આવતું હોય છે. જણાવ્યા મુજબ એવું માનવામાં આવે છે કે ખાસ દિવસ રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને પાણી ન અર્પિત કરો. જો તમે રવિવાર અને એકાદશીના દિવસે તુલસીને જળ અર્પિત કરો છો તો તે નષ્ટ થઈ શકે છે.

હિન્દુ લોકો તમામ પ્રકારના ધાર્મિક અને શુભ કાર્યોમાં તુલસીના છોડનો ઉપયોગ કરે છે. તુલસીના છોડને રોજ પાણી આપવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પણ રવિવારના ખાસ દિવસે તમે પાણી ન આપો. તેનું કારણ છે કે, એવું માનવામાં આવે છે કે દેવી તુલસી રવિવારે ભગવાન વિષ્ણુ માટે ઉપવાસ કરે છે અને જો તમે આ દિવસે તેમને જળ ચડાવશો તો તેમનું વ્રત તૂટી જશે.

એવું પણ માનવામાં આવે છે કે જો તમે રવિવારે તુલસીના છોડને જળ ચઢાવો છો તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. આ કારણોસર તમારે જીવનમાં ઘણી તકલીફો વેઠવી પડે છે અને દેવી લક્ષ્મી પણ તમારાથી ખુશ નથી રહેતા. આવા સમયમાં રવિવારે તુલસીના છોડને સ્પર્શ કરવો અને તેના પાન તોડવાની પણ મનાઈ માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ મુજબ એવું કહેવાય છે કે દેવી તુલસીના લગ્ન એકાદશીના દિવસે વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામ સાથે થયા હતા. વાસ્તવમાં, બંનેએ દેવ ઉથની એકાદશીના દિવસે તમામ વિધિ-વિધાન સાથે લગ્ન કર્યા હતા. સાથે જાણી લો કે દેવી તુલસી એકાદશી પર વ્રત રાખતા હોય છે અને જો તમે આ દિવસે જળ ચડાવશો તો તેમનું વ્રત તૂટી જાય છે. જેના કારણે ગુસ્સે થયેલો છોડ પણ સુકાવા લાગે છે. એકાદશીના દિવસે પણ તુલસીના પાન તોડવાનું ટાળો.