GujaratNorth Gujarat

તળાવમાં ડૂબતા ભાઈને બચાવવા જતા બે સગી બહેનો પણ ડૂબી, એક સાથે ત્રણના મોત પરિવારમાં આક્રંદ

બનાસકાંઠાથી એક દર્દનાક ઘટના સામે આવી છે. બનાસકાંઠા સુઇગામ તાલુકાના ઉચોસણ ગામ પાસે આવેલા તળાવમાં કપડાં ધોવા માટે સગી બહેનો ગઈ હતી. તેની સાથે બે પિતરાઈ ભાઈઓ પણ ગયા હતા. જેમાંથી એક ભાઈ તળાવમાં ન્હાવા ગયો તો તે તેમાં ડૂબવા લાગ્યો હતો અને તેને બચાવવા માટે એક બાદ એક બંને બંને ગઈ હતી. પરંતુ કુદરતે કંઈ બીજું લખ્યું હતું. આ ત્રણેય તળાવ ડૂબી ગયા અને ત્રણેયના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ચોસણ ગામ પાસે આવેલ કાબરીયા નામના તળાવમાં ગામની અસ્મિતાબેન માંદેવભાઈ રબારી, ભૂમિબેન માંદેવભાઈ રબારી જ્યારે તેમના પિતરાઈ ભાઈઓ વિષ્ણુભાઈ ભલાભાઈ રબારી અને મહેશ ભલાભાઈ રબારી સાથે કપડાં ધોવા માટે ગયેલા હતા. જેમાં વિષ્ણુ અને મહેશ બન્ને ભાઈઓ તળાવના કિનારે પાણીમાં નાહી રહ્યા હતા. જેમાં વિષ્ણુ તળાવના ઉડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તે કારણોસર અસ્મિતાબેન તથા ભૂમિબેન બન્ને બહેનોએ ડૂબતા ભાઈને બચાવવા માટે પાણીમાં કૂદકો લગાવ્યો હતો. પરંતુ તે ભાઈને તો બચાવી શક્યા નહીં પરંતુ તે પણ તળાવ ડૂબી ગયા હતા. જેના લીધે બે સગી બહેન અને એક પિતરાઈ ભાઈનું નું કરૂણ મોત નીપજ્યું હતું.

જ્યારે આ બાબતની જાણ મહેશ દ્વારા ગામમાં કરવામાં આવી તો ગામના લોકો તળાવે પહોંચી ગયા અને તરવૈયાઓની મદદથી ઊંડા પાણીમાં ગરકાવ ત્રણેય પિતરાઈ ભાઈ બહેનોની લાશ બહાર કાઢી હતી. ઘટનાને સમગ્ર ગામમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

ભારત માલા રોડ માટે તળાવમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પ્રમાણમાં માટી લેવામાં આવી હતી. તેના લીધે તળાવ લગભગ 40 ફૂટ ઊંડું થઈ ગયું છે અને કેનાલનું પાણી ભરેલું હોવાના લીધે તળાવ ખૂબ ઊંડું થઈ ગયું હતું. જયારે આ અગાઉ તળાવમાં બે ગાયોના પણ ડૂબીને મોત નીપજ્યા છે.