South GujaratGujaratSurat

સુરતના મોટા વરાછામાં એક્ટીવા પર જઈ રહેલ બે પિતરાઈ બહેનો ડમ્પરની અડફેટે આવતા એક બહેનનું મૃત્યુ, એકની હાલત ગંભીર

સુરત શહે રથી અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના મોટા વરાછા માં મોપેડ પર જઈ રહેલી બે બહેનો ને ડમ્પર દ્વારા અડફેટે લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના માં મોપેડ ચલાવનાર 22 વર્ષીય યુવતી પર ડમ્પર ફરી વળતા તેનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અકસ્માત સર્જી ને ડમ્પર ઘટનાસ્થળ પર ચાલક નાસી ગયો હતી. તેમ છતાં આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા ડમ્પર ના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, સુરતના મોટા વરાછા માં હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. આ રસ્તા પરથી બહેન સાથે મોપેડ પર પસાર થનાર નમ્રતા કોટડીયાને ડમ્પર ચાલક દ્વારા અડફેટે લેવામાં આવી હતી. સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું કે, યુવતી મોપેડ પર જઈ રહી હતી તે સમયે ડાબી બાજુથી આવી રહેલા ડમ્પર ચાલક દ્વારા તેને ટક્કર મારવામાં આવતા યુવતીનું એક્ટીવા પર નું બેલેન્સ બગડતા તે રસ્તા પર પટકાઇ ગઈ હતી. એવામાં રોડ પડતા જ ડમ્પરના પાછળ ના બંને ટાયરો નમ્રતા પર ફરી વળતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.

જાણકારી મુજબ, સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલ સમ્રાટ રો હાઉસ ના 107 નંબરના ઘરમાં 22 વર્ષીય નમ્રતા કોટડીયા નામની યુવતી પરિવાર સાથે વસવાટ કરતી હતી. નમ્રતા આજે સવારના મામાની દીકરી (પિતરાઈ બહેન) માનસી માંગરોળીયા સાથે એક્ટિવા પર ઘરેથી મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક ક્લિનિક પર જવા માટે નીકળેલા હતા. આ દરમિયાન મોટા વરાછા વિસ્તારમાં ડમ્પર ની અડફેટે નમ્રતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, બંને બહેનો મોપેડ ઉપર રસ્તા પરથી જઈ રહી હતી તે સમયે ફૂલઝડપે પાછળથી આવી રહેલા ડમ્પર ચાલક દ્વારા અડફેટે લઈ અકસ્માત સર્જવામાં આવ્યો હતો. પાછળથી ડમ્પર દ્વારા અડફેટે લેવામાં આવતા મોપેડ પરથી બંને બહેનો રસ્તા પર પટકાઈ હતી. જેમાં પિતરાઈ બહેન માનસી રસ્તા પર પડી ગઈ હતી. જ્યારે માનસી ડમ્પર નીચે આવી જતા પાછળના બંને ટાયર તેના પરથી ફરી વળતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. સ્થાનિક લોકો દ્વારા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યારે અન્ય યુવતીને સામાન્ય ઈજા પહોંચી હતી. તેને લઇ બંને યુવતીને સ્થાનિકો દ્વારા 108 ની મદદથી સારવાર માટે પી પી સવાણી ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ દરમિયાન 22 વર્ષીય નમ્રતાને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા સહિત શરીરના અનેક ભાગોએ ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. તી લઇ ફરજ પરના તબીબ દ્વારા યુવતીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર મુકીને નાસી ગયો હતો. હાલમાં પોલીસ દ્વારા ઉત્રાણ પોલીસ દ્વારા અજાણ્યા ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આ મામલામાં તપાસ હાથ ધરી છે.