VadodaraGujarat

વડોદરામાં એક્ટિવા પર શોપિંગ કરી પરત ઘરે જતી બે બહેનોને આઈસર ટ્રકે અડફેટે લીધી, એકનું કરૂણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આવી જ એક બાબત વડોદરા થી સામે આવ્યો છે.

વડોદરા ના ના કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આઈસર ટેમ્પો દ્વારા એકટીવા સવાર બે બહેનોને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 17 વર્ષીય કેયા દિનેશભાઈ પટેલ નું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. કેયા દિનેશભાઈ પટેલની વાત કરીએ તો તે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. જ્યારે તેનું આ દુર્ઘટનામાં મૃત્યુ થતાં પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

દુર્ઘટના બાદ કેયા પટેલને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પરંતુ તેનો જીવ ચાલ્યો ગયો હતો. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આઇસર ટેમ્પો ચલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, અશોકવાટીકા સોસાયટીમાં પરિવાર સાથે રહેનાર અને દશરથ ગામ ફર્ટીલાઇઝર નગરમાં આવેલ જીએસએફસી યુનિવર્સિટી મા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમા અભ્યાસ કરનાર 17 વર્ષીય જાનસીબેન પટેલ તેમના માસીની દિકરી કેયા દિનેશભાઈ પટેલ સાથે ઘરેથી એક્ટીવા પર બપોરના સમયે ખરીદી કરવા માટે ગયેલી હતી. એવામાં ખરીદી કરી એક્ટિવા પર માસીની દીકરી કેયા ની પાછળ બેસી કારેલીબાગ મુક્તાનંદ તરફ જતા દરમિયાન રોડ પરથી યુ ટર્ન મારી પાણીની ટાંકી સર્કલથી અમીતનગર તરફ જઈ રહી હતી. તે સમયે ફૂલ ઝડપે આવી રહેલા એક આઈસર ટ્રક ચાલક દ્વારા એક્ટિવાને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે જાનસીબહેન અને કેયા પટેલ રસ્તા પર પટકાયા હતા. તેમ છતાં જાનસી બેન ને વધુ ઈજા ન પહોંચતા તે તરત જ ઉભા થઈ ગયા હતા. પરંતુ તેમના માસીની દિકરી કેયા એક્ટીવા સાથે નીચે રોડ પર પટકાઈને બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમનો જીવ ચાલ્યો ગયો હતો. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.