સુરતના પાલિકાની ગાડીની અડફેટે આવી બે બાળકી, એકનું મોત એક ગંભીરરીતે ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરતથી સામે આવ્યો છે.
સુરતના અમરોલીમાં અકસ્માત સજર્યો હોવાનું સામે આવ્યું છે. સુરતના અમરોલીમાં પાલિકાની ગાડી દ્વારા માસુમ બાળકીનો જીવ લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમરોલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર ગાડી ચાલક દ્વારા 2 વર્ષની બાળકીને કચડી નાખવામાં આવતા તેનું આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય એક સાત વર્ષની બાળકીને પણ પગમાં ઈજા પહોંચી છે. આ દુર્ઘટનાના લીધે બાળકીનાં પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. પોતાની દીકરીને અકસ્માતમાં ગુમાવવાથી પરિવારજનોમાં રોષ રહેલો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમરોલીમાં આજ સવારના પાલિકાના કચરા ભરવાના વાહન દ્વારા બે બાળકીઓને અડફેટે લેવામાં આવી હતી. ત્યાર બાદ ઘટના સ્થળ પર રહેલા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા અમરોલી પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ અકસ્માતમાં 2 વર્ષની માસુમ બાળકીનું ઘટના સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક 7 વર્ષની બાળકીને પગમાં ઈજાઓ પહોંચી હતી.
હાલમાં પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં મોક્લી દેવાઈ છે. જ્યારે મૃતક બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.