India

યુકે અમેરિકાની કરોડોની નોકરી છોડી ભારતમાં સારું કર્યું આ કામ, આજે કરે છે કરોડોની કમાણી

કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. જે કામમાં આપણું મન ન માને તો આપણે તે કામ ન કરવું જોઈએ પરંતુ જે કામમાં આપણે વધુ મજા આવે અને આપણું મન પણ માનતું હોય તો તે કામ કરવામાં કાંઈ પણ ન વિચારવું જોઈએ પછી તે કામ ભલે ગમે તેવું નાનું મોટું હોય અને જે કામમાં આપણું મન લાગે તે કામ કરવાથી આપણે ખુશી મળે છે અને આપણે પણ ખુશ આનંદિત જીવન જીવી શકીએ છીએ ત્યારે આજે પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે, અમેરિકાની નોકરીને છોડીને ભારત આવીને 20 ગાયોને પાળીને દૂધ વેચવાનું શરૂ કર્યું.

આ યુવકે અમેરિકામાં 6 વર્ષ કામ કર્યા પછી ભારત આવીને તેનો ધંધો શરૂ કર્યો. આ યુવકનું નામ કિશોર ઈન્દુકુરી છે. જેને ખડગપુરમાંથી આઈઆઈટી એન્જિનિયરિંગ કર્યું હતું. ત્યારબાદ તે પીએચડી કરવા માટે અમેરિકા ગયો હતો. અને ત્યાં પીએચડી કર્યા બાદ તેને જાણીતી કંપની ઈન્ટેલમાં કામ કરવાનો મોકો મળ્યો. જો કે 6 વર્ષ કામ કર્યા પછી તે કંટાળી ગયો હતો. ત્યારબાદ તેને પોતાનું કંઈક કરવાનું મન થયું ત્યારબાદ તે પાછો ભારત આવી ગયો હતો અને હૈદરાબાદમાં રહીને દૂધ વિશે સંશોધન કર્યું ત્યારે બાદ તેને ગાયની ડેરી શરૂ કરી દીધી.

જો કે કિશોર ઈન્દુકુરીને અમેરિકામાં જાણીતી કંપની ઈન્ટેલમાં કરોડો રૂપિયા પગાર મળતો હતો પરંતુ તેનું મન ન માનતા અને પોતાનું કંઈક શરૂ કરવાનું મન થતા તેને ડેરી શરૂ કરતા હવે તેની ડેરીની આવક કરોડોમાં પહોંચી ગઈ છે. જે લોકોને ભેળસેળ વગરનું દૂધ પૂરું પાડે છે. કિશોર ઈન્દુકુરી હૈદરાબાદમાં સીડ્સ ફાર્મના નામથી ડેરી શરૂ કરી છે. જે કિશોર ઈન્દુકુરી લોકોને ભેળસેળ વગરનું દૂધ પૂરું પાડતા તેના ગ્રાહકો વધતા ગયા. જે આજે લગભગ 10,000 ગ્રાહકોને દરરોજ દૂધ પહોંચાડે છે અને તેની આવક કરોડો સુધી પહોંચી ગઈ છે. જે વાર્ષિક કરોડોનો બિઝનેસ કરે છે.

આજે કિશોર ઈન્દુકુરીની સીડ્સ ફાર્મના નામથી ડેરી 44 કરોડ રૂપિયાની કંપની બની ગઈ છે. તે તેની ડેરીમાં 120 લોકોને રોજગાર પૂરું પાડે છે. આ ડેરી માત્ર દૂધ જ નહીં પરંતુ દૂધની બનાવટો પણ વેચે છે. જેમાં ગાય અને ભેંસનું દૂધ, ગાયના દૂધનું માખણ, સ્કિમ દૂધ, ગાયનું ઘી અને પનીર વેચે છે.

આ ડેરી શરૂ કરવા માટે કિશોર ઈન્દુકુરીએ તેના પરિવારની મદદ માંગી હતી, જેને સૌથી પહેલા 1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને ત્યારબાદ તેને 2 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. વર્ષ 2018માં તેને 1.3 કરોડ રૂપિયાની બેંક લોન પણ લીધી હતી. ત્યારબાદ હવે તેઓ પોતાનો વ્યવસાય સ્થાપિત કરવામાં સફળ થયા છે.