સુરતમાં લોનના હપ્તા ન ભરી શકતા બે સગા ભાઈઓએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત સમાચાર સામે આવતા રહે છે. જ્યારે આજે આવા જ સમાચાર સુરત શહેરથી સામે આવ્યા છે. હીરામાં મંદી આવતા રત્નકલાકારોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. એવામાં આજે બે રત્નકલાકાર એવા સગા ભાઈઓ દ્વારા એક સાથે અનાજમાં નાખવાની ઝેરી દવા પીને આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. અમરોલી વિસ્તારમાં રહેનાર ભાઈઓ દ્વારા આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી મળ્યું છે. આ ઘટનાને લઈને અમરોલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં અવી છે.
તેની સાથે અમરોલી વિસ્તારમાં રહેનાર હિરેન ચંદુભાઈ સુતરિયા અને તેમના મોટાભાઈ પરીક્ષીત ચંદુભાઈ સુતરિયા દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બંને ભાઈ છેલ્લા ઘણા દિવસોથી માનસિક રીતે મુંઝવણમાં રહેલા હતા. હીરાની મંદીના લીધે તે લોનના હપ્તા ભરી શકાતા નહોતા. તેના લીધે બન્ને દ્વારા અનાજમાં નાખવાની દવા પી આપઘાત કરી લેવામાં આવ્યો હતો.
જ્યારે બંને ભાઈ દ્વારા ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની જાણકારી મળતા તેમને પહેલા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનું ત્યાં જ સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બન્ને ભાઈઓના મોતને લઈને પરિવારજનોમાં ગમગીન વાતાવરણ છવાઈ ગયું છે. હાલમાં આ મામલામાં અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.