BollywoodIndia

ઉરફી જાવેદે કહ્યું ‘કટ્ટરપંથીઓ તમે ખોટું કામ કરી રહ્યા છો’ ફરી એક વિડિઓને કારણે ચર્ચામાં

બિગબોસથી ચર્ચામાં આવેલ ઉરફી જાવેદ એ પોતાના બોલ્ડ અને હોટ લુકને કારણે ખુબ ચર્ચામાં હોય છે. ઉરફીનું ઇન્સ્ટા એકાઉન્ટ એ તેના બોલ્ડ અને અનોખા ફોટોથી ભરેલું છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર ખુબ છવાયેલ રહે છે. ઉરફી એ ચર્ચામાં રહેવા માટેનો એકપણ મૌકો જવા દેતી નથી. તે ખુબ જ બિન્દાસ ગર્લ છે. તે દરવખતે તમને કોઈને કોઈ અતરંગી અંદાજમાં જ જોવા મળશે. તમને જાણીને નવાઈ લાગશે પણ ઘણા લોકો તેના ચાહકો છે અને તેને સપોર્ટ પણ કરે છે. પણ તેમ છતાં ઘણા લોકોના વિરોધનો સામનો પણ તેને કરવો પડે છે.

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ માત્ર પોતાની તસવીરોને કારણે હેડલાઈન્સમાં નથી આવતી, પરંતુ તે પોતાના નિવેદનોથી પણ હેડલાઈન્સનો હિસ્સો બની જાય છે. ઉર્ફી જાવેદે તાજેતરમાં દાવો કર્યો હતો કે તે મુસ્લિમ ધર્મમાં વિશ્વાસ નથી કરતી. તમને જણાવી દઈએ કે ઉર્ફી મુસ્લિમ ધર્મની છે, જોકે તેણે કહ્યું છે કે તે ઈસ્લામમાં વિશ્વાસ નથી કરતી. ઉરફી જાવેદે એ પણ કહ્યું હતું કે તે મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા માંગતી નથી. આ વાત પર તેણે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તે હિંદુઓનો પવિત્ર ગ્રંથ વાંચી રહી છે અને હમણાં જ તેણે મુસલીમના કટ્ટરપંથીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

તેણે સોશિયલ મીડિયા પર હમણાં જ એક વિડિઓ શેર કર્યો હતો તેમાં તે મુસ્લિમ કટ્ટરપંથીઓને આડે હાથે લીધા હતા. તેણે વિડિઓમાં કહ્યું હતું કે, ‘જે ચરમપંથીઓ મારા ફોટો પર કોમેન્ટ કરી મને મુશ્લીમ પર ધબ્બો કહી રહ્યા છે, મારી વિરુદ્ધ ફતવો જાહેર કરવા માટેની વાતો લખે છે, મારા કપડાં પર કોમેન્ટ કરે છે અને તેમને હું કહેવા માંગુ છું કે કુરાનમાં એવું ક્યાંય લખ્યું નથી કે યુવતીઓ નાના કપડાં નહિ પહેરી શકે.’

ઉર્ફીએ વધુમાં કહ્યું, “કુરાનમાં ક્યાંય એવું નથી લખ્યું કે તમારે મહિલાઓને બળજબરીથી ઢાંકવું જોઈએ. હા, સ્ત્રીઓએ બુરખો કરવો જોઈએ એવું ચોક્કસ લખ્યું છે. પરંતુ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે જો મહિલાઓ પરદો ન પાડવા માંગતી હોય, તો તમે લોકો તેના પર બળજબરીથી અપશબ્દો ફેંકો. તમારા ટોણાથી તેણીને એટલી શરમ કરો કે તે પોતે જ પડદામાં આવી જાય છે.”

અભિનેત્રી આગળ જણાવે છે કે, ‘ મારા ફોટો પર જે કોમેન્ટ કરી રહ્યા છે તેમને હું વિનંતી કરીશ કે તમે જઈને કુરાન ફરીથી વાંચો. કેમ કે કુરાનમાં એવું જરૂર લખેલું જ છે કે પુરુષોએ પોતાની નજર પર પડદો કરવો જોઈએ. એક વ્યક્તિ લગ્ન પહેલા કોઈપણ મહિલાને ખોટી નજરે જોઈ શકે નહિ.’ ઉરફી કહે છે કે, ‘જે લોકો ઇન્સ્ટા પર જઈને યુવતીઓને જુએ છે અને ખોટી ખોટી કોમેન્ટ કરે છે તેમને જણાવી દઉં કે ઇસ્લામમાં આ બધું હરામ હોય છે. તમે આ બધું નથી કરી શકતા.’

ઈસ્લામના કટ્ટરપંથીઓ પર વધુ પ્રહાર કરતા તેમણે કહ્યું, “તમારામાંથી ઘણા એવા ઘણા કામો કરે છે, જેને ઈસ્લામમાં ખોટું કરવામાં આવ્યું છે. ઇસ્લામ અનુસાર લગ્ન પહેલા સ્ત્રી સાથે સંબંધ બાંધવો ખોટું છે. પરંતુ તેમ છતાં તમે તે કરો છો. દિવસમાં પાંચ વખત નમાઝ અદા કરનારા કેટલા લોકો છે? કદાચ કોઈ નહિ.”