બોલિવૂડની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તે લાખોની કિંમતના સોનાથી જડેલા મોંઘા ડ્રેસ પહેરીને લોકોનું ધ્યાન ખેંચે છે તો ક્યારેક કરોડોની કિંમતના ઘરેણાં પહેરીને ચર્ચામાં આવે છે. પરંતુ આ વખતે ઉર્વશીએ જે ધડાકો કર્યો છે તેની સામે આ બધી બાબતો બહુ નાની છે. Urvashi Rautela એ મુંબઈમાં એક લક્ઝરી બંગલો ખરીદ્યો છે, જેની કિંમત 190 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
મુંબઈમાં ફ્લેટ કે એપાર્ટમેન્ટ મેળવવું એ પણ કોઈ પણ સેલિબ્રિટી માટે મોટી વાત છે. અચાનક ઉર્વશીનો બંગલો ખરીદવાના સમાચાર ખરેખર ચોંકાવનારા છે. મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર ઉર્વશી રૌતેલાનો આ 190 કરોડનો બંગલો ખૂબ જ આલીશાન છે. આ બંગલામાં ગાર્ડન, પર્સનલ જિમ સાથે સુંદર ઈન્ટીરીયર પણ છે.
Urvashi Rautela એ આ ઈન્ટીરીયરમાં પણ ઘણા પૈસા ખર્ચ્યા છે અને ડીલ ફાઈનલ થયા પછી તેની મરજી મુજબ તેને કરાવ્યું છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષથી ઉર્વશી પોતાના માટે ઘર શોધી રહી હતી.આ ઘર લીધા બાદ ઉર્વશી બોલિવૂડના જૂના દિગ્ગજ કલાકારોની પડોશી બની ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર ઉર્વશીનું આ ઘર દિવંગત ફિલ્મમેકર યશ ચોપરાના બંગલાની પડોશમાં છે. જે બાદ હવે ઉર્વશી આદિત્ય ચોપરા અને રાની મુખર્જીની પડોશી બની ગઈ છે. જો કે હજુ સુધી ઉર્વશીએ આ અંગે કોઈ માહિતી શેર કરી નથી. તેમજ તે આ બંગલામાં કેટલા સમય માટે શિફ્ટ થશે તે અંગે પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.