Gujarat

પતિનો જીવ બચતા અમેરિકાથી મહિલા કબરાઉ આવી પહોંચી અને….

આપણા રાજ્યમાં પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. તેમાંથી એક કચ્છ ના કબરાઉ માં આવેલું મોગલ ધામ રહેલ છે. આ મોગલ ધામમાં માતા હાજરા હજૂર હોવાના પરચા અનેક ભક્તોને મળ્યા છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા રહે છે. તેમાંથી મોટાભાગના લોકો એવા હોય છે જેમની મનોકામના માતા મોગલ ને યાદ કરવા માત્રથી પૂર્ણ થઈ જાય છે. જ્યારે મનની ચિંતા માતા મોગલ દૂર કરી નાખે છે તો આવા ભક્તો તુરંત જ માતાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે દોડી આવતા હોય છે.

માં મોગલનો અઢાળે વરણની માતા છે, માં મોગલના પરચા અપરંપાર રહેલા છે. માં મોગલ પોતાના ભકતને દુઃખી જોઈ શકતા નથી. માં મોગલ આજ સુધી પોતાના ભકતોના દુઃખ દૂર કરવામાં આવ્યા છે. તેની સાથે વિદેશથી પણ લોકો અહીં પોતાની માનતા પૂરી થતા જરૂર આવે છે. એવામાં એક મહિલા છેક અમેરિકાથી પોતાની માનતા માનવા માટે આવી પહોંચી છે.

આ મહિલા દ્વારા મણિધર બાપુને હાથમાં ૫૦ હજાર રૂપિયા આપવામાં આવ્યું અને જણાવ્યું કે, આ મારી માનતા સ્વીકારો, મહિલાએ જણાવ્યું કે, તેને માનતા માની હતી કે મારા પતિની હ્રદયની તકલીફ દૂર જાય. તેની સારવારમાં અમારે ઘણો ખોરો ખર્ચો થઇ ગયો અંતે ડોકટરે અમને ઓપરેશન કરાવવાનું જણાવ્યું હતું.

તેના લીધે અમે બધા લોકો ચિંતામાં આવી ગયા અને મેં માનતા હતી કે, હે માં મોગલ જો મારા પતિનું ઓપરેશન સારી રીતે થઈ જશે અને તે સાજા થઇ જાય તો હું અમેરિકાથી કબરાઉ આવીને તમારા ચરણોમાં ૫૦ હજાર રૂપિયા ચઢાવીને તમારું ઋણ ચૂકવીશ.

જ્યારે માં મોગલની માનતા રાખવાથી જ મારા પતિનું ઓપરેશન સારી રીતે થઇ ગયું અને માટે હું અહીં મારી માનતા પૂર્ણ કરવા માટે આવી છું. પરંતુ મણિધર બાપુએ જણાવ્યું કે, માં મોગલે તારી માનતા સ્વીકારી અને આ રૂપિયા હું તને મારી દીકરી તરીકે પરત આપું છું.