GujaratAhmedabad

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસના કાર્યકર્તાઓના ભાજપમાં જોડાવા મામલે આપ્યું આ મોટું નિવેદન

લોકસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એવામાં આજે વડોદરા જન સમિતિ દ્વારા આજે જાતિ જનગણના કેમ? તે વિષય પર ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન તેમના મોટું નિવેદન આપવામાં આવ્યું હતું.

આ દરમિયાન તેમનાથી સવાલ માં પૂછવામાં આવી રહ્યો હતો કે, કોંગ્રેસના પાયાના કાર્યકર્તા અને ધારાસભ્યો ભાજપ જોડાઈ રહ્યા છે તેના પર તમે શું કેશો.? આ સવાલ પર તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હું સહેવાગ છું. હું લાકડા તોડ બેટિંગ કરીશ. ચિંતા કરશો નહીં. જેને જાવું હતું તે ચાલ્યા ગયા છે. હું વિવિયન રિચાર્ડ્સ જેમ બેટિંગ કરવાનો છું.

તેની સાથે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, વડોદરા જન સમિતિ દ્વારા જાતિ જનગણના કેમ જરૂરી રહેલ છે, તેના મુદ્દે આજે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સમગ્ર દેશ અને ગુજરાતમાં આદિવાસી, OBC અને દલિતોની સાચી જનસંખ્યાનો આંકડો સામે આવે તો સવાલ ઉભો કરી શકાય કે, દેશની જમીનોમાં, સંસાધનોમાં, પ્રોપર્ટીમાં, સત્તાના કેન્દ્રોમાં, ન્યાયતંત્રમાં કેટલી સંખ્યા દલિત, આદિવાસી અને OBCની રહેલી છે? જ્યારે આ સત્ય જે છુપાવવા ઈચ્છે છે તે લોકો ના પેટમાં ચોર છે. જે લોકો દલિત, આદિવાસી, OBC અને ડીએનટી સહિતના વંચિત વર્ગો ને ન્યાય અપાવવા ઈચ્છતા નથી. તે લોકો જાતિ જન ગણના થી બચી રહ્યા છે.

આ સિવાય વધુમાં તેમણે જણાવ્યું કે, અમે ખુલીને જણાવીએ કે, જાતિ જનગણના થવી જરૂરી છે. તેના લીધે આ જાતિઓ ની સાચી વસ્તી નો સાચો આંકડો સામે આવે અને તે મુજબ બજેટમાં એમની ફાળવણી કરવામાં આવે. બંધારણમાં જે સામાજિક, આર્થિક ન્યાય ની વાત કરાઈ છે તેને સાકાર કરવા માટે જાતિ જનગણના જરૂરી છે.

આ સિવાય ગુજરાતમાં કોંગ્રેસની કેટલી બેઠકો આવે તેના સવાલ માં તેમના દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની તમામ બેઠકો આવશે. 26-0 થવા દઈશ નહીં. ખૂબ મહેનત કરવામાં આવી રહી છે. કોંગ્રેસમાંથી ઘણા બધા લોકો ગયા, પરંતુ કોંગ્રેસ ના મતદાન અકબંધ રહેલા છે. દરેક જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ, મહોલ્લા કક્ષાએ કોંગ્રેસ ના જે કાર્યકર્તા છે, તેને કોંગ્રેસ સાથે દ્રોહ કરેલ નથી. પરંતુ જે પ્રજા દ્રોહીઓ છે તેને ગુજરાતની જનતાએ સબક શિખવાડવો જોઇએ. જે X નામની પાર્ટીમાં હતા અને અચાનક કુદીને Y માં જતા રહ્યા હોય, તેનો ગરબો ઘરે આવે તે કામ હવે ગુજરાતના લોકોને કરવાનું છે.