health

વધુ વજન ધરાવતા લોકો માટે ખુશખબર, આ તેલ ખાવાથી જાડા માણસ પાતળા અને પાતળા માણસ જાડા થાય છે,

નમસ્કાર મિત્રો,શિયાળાની સિઝનમાં કડકડતી ઠંડી પડી રહી છે,આરોગ્ય બનાવવાની સિઝન એટ્લે શિયાળો.આપણે જોઈએ તો બજારમાં ઘણા બધા તેલ મળે છે,જેમાં કપાસિયાનું તેલ,મકાઈનું તેલ,સુરજમુખીનું તેલ,આવા ઘણા બધા જેલ બજારમાં મળી રહે છે.પણ આપણે આયુર્વેદ મુજબા જોઈએ તો બે તેલને જ માન્યતા આપે છે.

જેમાં સરસવનું તેલ અને તલનું તેલ.આયુર્વેદ મુજબ જોઈએ તો વર્ષો પહેલા તલના તેલનો જ ઉપયોગ થતો હતો.હવે આપણે જોઈએ તો રિફાઇન થયેલ તેલ વધુ ઉપયોગ થાય છે.આયુર્વેદ મુજબ તલનું તેલ જ ખાવું જોઈએ.જો વાત કરીએ તો બારે માસ તલનું તેલ ખાવું જ જોઈએ પરંતુ જો શિયાળાના ૪ મહિના પણ જો તલનું તેલ ખાવામાં આવે અને તલના તેલની માલિશ કરવામાં આવે તો એવું કહેવાય છે કે વધુ વજન ધરાવતા માણસનું વજન ઓછું થાય છે અને ઓછું વજન ધરાવતા માણસનું વજન વધે છે.

ચરકસંહિતામાં ચરકઋષિએ કહ્યું છે કે પહેલાના જમાનામાં રાજાઓ તલનું તેલ ખાતા હતા.જો તમને વધુમાં જણાવી તો લોકો શિયાળામાં કચરિયું ખાવાનું વધુ પસંદ કરે છે,અને ખાવું જ જોઈએ.આ તેલ તમે શાક બનાવો એમાં પણ આ તેલનો ઉપયોગ કરી શકો છો,તલનું તેલ વાયુનાશક છે.તલના તેલમાં ૮૦ પ્રકારના વાયુના રોગોનો નાશ કરવાની તાકાત રહેલી છે.

તલનું તેલ થોડું મોંઘું મળે છે પણ શરીર માટે ખૂબ જ લાભદાયક છે.શિયાળામાં દરેક વ્યક્તિએ તલનું તેલ ખાવું જ જોઈએ.બીજું કે તલનું તેલ ઉષ્ણ,તીક્ષ્ણ અને ગરમ છે માટે પિત્તની સમસ્યાવાળા લોકોએ આ તેલની માલિશ ન કરવી,તેઓ તેલ ખાઈ શકે છે.જો તમારા ઘરે નાના બાળકો હોય તો તેમણે તલના તેલની માલિશ કરો તો તેમના શરીરમાં વિકાસ થશે અને શરીર તંદુરસ્ત બનશે.

સરસવનું તેલ વધુ ઉત્તર ભારતમાં વપરાય છે,આપણને આ તેલ થોડુક ગરમ પડે છે,આપણા માટે તલનું તેલ સારું રહે છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.