વડોદરા : ટ્રકે અડફેટે લેતા રાહદારીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરા શહેર થી સામે આવ્યો છે.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં ટ્રકની અડફેટે આવતા એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટના સર્જાતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળ ભેગા થઈ ગયા હતા. જ્યારે ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા હાલમાં આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા સાંઇબાબાના મંદિર નજીક રાત્રીના ટ્રક દ્વારા એક યુવાનને અડફેટે લેવામાં આવતા તેનું ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતા પોલીસ ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આ મામલામાં ગુનો નોંધી ને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ બાદ 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી આવી હતી. પોલીસ દ્વારા યુવાનના મૃતદેહને પીએમ અર્થે સયાજી હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, વડોદરા શહેરમાં ડમ્પર અને ટ્રક ચાલકો દ્વારા બેફામ રીતે વાહનો ચલાવવામાં આવે છે. તેના લીધે અનેક લોકોના જીવ અત્યાર સુધી ચાલ્યા ગયા છે. જ્યારે આજે વધુ એક યુવાનનો જીવ ચાલ્યો ગયો છે.