GujaratMadhya Gujarat

વડોદરામાં સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રકે પિતા-પુત્રને તરીકે રગદોળી નાખ્યા, દ્રશ્યો જોઇને લોકો ધ્રુજી ગયા

વડોદરા શહેરમાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. વડોદરા શહેરમાં ટ્રકની અડફેટમાં આવતા બાઇક પર જનાર પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. જેના લીધે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. આ ઘટના બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના નંદેશરી-ફાજલપુર રોડ પર પિતા-પુત્ર બાઈક લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રક ડ્રાઈવર દ્વારા તેમને અડફેટમાં લેવામાં આવ્યા હતા. તેના કારણે પિતા-પુત્ર ટ્રકના ટાયર નીચે આવી ગયા હતા. જેમાં જાણવા મળ્યું છે કે આ પિતા-પુત્ર રાયકા ગામના રહેવાસી હતા. તેમના અવસાનથી સમગ્ર ગામમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. આ મામલામાં પોલીસ દ્વારા ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જ્યારે આ ઘટનાની વાત કરીએ તો વડોદરા ગ્રામ્યના રાયકા ગામમાં રગડી તળાવ પાસે રહેનાર 35 વર્ષના નરેન્દ્ર ભાઇ રમણભાઇ સિંધા તેમના 16 વર્ષનાં દીકરા અરુણ સાથે બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન સામે આવી રહેલી ફૂલ ઝડપે ટ્રકે તેમને અડફેટે લઇ લીધા હતા જેના લીધા પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ 108 આવી પહોંચી હતી. તેના પછી નંદેશરીં પોલીસ જાણ થતા જ પી.આર. ગોહિલ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

જ્યારે પિતા-પુત્રના મૃતદેહો 108 દ્વારા ખાનગી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.આ ઘટના બાદ રાયકા ગામમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. જ્યારે આ ઘટના બાદ પોલીસ દ્વાર ટ્રકને કબજે કરી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.