GujaratMadhya GujaratNews

વડોદરાના ગાજરાવાડીમાં આવેલ મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો, ચાર લોકો થયા ગંભીર ઈજાગ્રસ્ત

વડોદરામાં એક મકાનમાં ગેસનો બાટલો ફાટવાની ઘટના સામે આવી છે. વડોદરાના ગાજરાવાડીમાં આવેલ એક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો છે. જ્યારે ગેસના બાટલામાં બ્લાસ્ટ થવાના કારણે એક બાળક સહિત ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે ઘટના થતા જ આજુબાજુમાં રહેનાર સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને કોલ કરી આ ઘટના વિશે જણાવ્યું હતું.

આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, ગાજરાવાડીમાં આવેલા એક મકાનમાં અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. બાટલો ફાટવાના કારણે ઘરમાં રહેલ તમામ સામાન બળી ગયો હતો. જેમાં ચાર લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને નજીક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

તેની સાથે આ ઘટનાને લઈને જાણકારી સામે આવી છે કે, ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી આગુ કાબુ મેળવી લેવામાં આવી છે. તેમ છતાં આગ ક્યા કારણોસર લાગી તેની કોઈ જાણકારી સામે આવી નથી. તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે આ દુર્ઘટનામાં વિકિભાઈ પટેલ, જ્યોતિબેન પટેલ, બાળક વૃતાંષ પટેલ અને ઘરે લગ્નની કંકોત્રી આપવા આવેલ ભારતી લિંબાચિયા પણ દાઝી ગઈ હોવાનું સામે આવ્યું છે.