VadodaraGujarat

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, વડોદરાના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાત ભાજપને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમના દ્વારા ગઈ કાલના વિધાનસભા અધ્યક્ષને ફેક્સ કરીને રાજીનામું મોકલી દેવામાં આવ્યું હતું. છેલ્લા થોડા સમયથી તેઓ પક્ષથી નારાજ રહેલા હતા. એવામાં તેમના રાજીનામાથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા મોડ રાત્રીના રાજીનામું આપવામાં આવ્યું હતું. રાત્રીના 2:30 વાગ્યાના સમયગાળામાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા ફેક્સ દ્વારા રાજીનામું આપવામાં આવતા પક્ષના કાર્યકરો પણ વિચારતા થઈ ગયા છે. જ્યારે અંતર આત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યું હોવાનો તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેતન ઇનામદાર ખેડૂતોના મુદ્દા ઉઠાવતા રહે છે. સાવલી વિધાનસભા પર મજબૂત પક્કડ કેતન ઈનામદાર ની રહેલી છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા તેમના રાજીનામાથી અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. તેઓ પક્ષ ની નીતિથી નારાજ હોવાનો અંદાજ છે.

વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદાર ને લઈને વધુમાં જણાવીએ કે, તે ખેડૂતોના મુદ્દા તેઓ સતત ઉઠાવતા રહ્યા છે. વડોદરાની બરોડા ડેરીમાં કથિત ભ્રષ્ટાચાર મામલામાં કેતન ઇનામદાર દ્વારા સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. જયારે બરોડા ડેરીના વહીવટદારો પર આકરા પ્રહારો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. તેની સાથે સાવલી, ડેસર સહિત જિલ્લાના પશુપાલકો તેમની સાથે ઉભા રહ્યા હતા. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરી ચલાવી રહ્યા છે, વહીવટદારો ની અનધડ નીતિના લીધે ડેરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. બરોડા ડેરીમાં 6 થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવો જરૂરી છે. પશુ પાલકો સાથે અન્યાય થઈ રહેલ છે. મારા અવાજને કોઈ પણ દબાવી શકશે નહીં. હું મરતા દમ સુધી લડતો રહીશ.