GujaratMadhya Gujarat

વડોદરા પોલીસે કર્યો એવો વિડીયો શેર કે જે સોશિયલ મીડિયા પર આગની જેમ થઈ રહ્યો છે વાયરલ

પોલીસ દ્વારા છેલ્લા થોડા દિવસોથી ટ્રાફિકના નિયમોના ભંગ કરતા લોકોનો વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. એવામાં આજે એવો જ એક વિડીયો વાયરલ થયો છે. વડોદરા પોલીસ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તે આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ભંગ કરી એક પરિવારના પાંચ સભ્યો એક જ ટુ વ્હીલર પર જતા જોવા મળનારો વિડીયો શેર કરવામાં આવ્યો છે. તે સોશિયલ મીડિયા પર હાલ ટ્રેન્ડ કરી રહ્યો છે. નીચે વિડીયોમાં તમે જોઈ શકશો કે કઈ રીતે ટ્રાફિકના નિયમોની પરવાહ કર્યા વગર આ મહિલા જઈ રહી છે.

નોંધનીય છે કે, વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્વીટ કરવામાં આવેલ વિડિયોમાં મહિલા સહીત ટુ વ્હીલર પર પાંચ લોકો સવાર હતા. આ વીડિયો શેર કરતા ટ્રાફિક પોલીસ દ્વારા લખવામાં આવ્યું છે કે, તમે જ કહો આ લોકોને કેવી રીતે સમજાવવા?.. એવામાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા હાલ મેં ટ્રાફિક ચેમ્પ નામનું કેમ્પેઇન શરૂ કરવામાં આવેલ છે. તેમનો અર્થ આ વિડીયો શેર કરી લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈને જાગૃતા લાવવાનો છે. જુઓ વિડીયો…

તેની સાથે રાજ્યમાં સતત વાહનો વધારો જોવા મળી રહ્યો છે. એવામાં વાહન અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. તેના લીધે વડોદરા પોલીસ દ્વારા આ કેમ્પેઈન શરુ કરવામાં આવ્યું છે અને સતત લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કે આવી ભૂલ કરશો તો અકસ્માતનો ખતરો વધી શકે છે.