વડોદરા: પુત્ર પ્રાપ્તિની ઈચ્છાને પુરી કરવા પતિએ વટાવી તમામ હદ
હાલના મોંઘવારીના સમયમાં પતિ-પત્ની એક બાળક બાદ બીજા બાળકનો વિચાર કરતા પણ ખચકાતા હોય છે. ત્યારે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા એક પરિવારમાં સાસરિયાઓ અને પતિ દ્વારા ત્રિજા સંતાનને લઈને પરિણીતા સાથે મારપીટ કરવાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર બાબગ જાણે એમ છે કે, વડોદરાના છાણી વિસ્તરામાં પરિણીતાને એક પુત્ર અને પુત્રી હોવા છતાં તેના પતિ અને સસરિયાઓ દ્વારા ત્રીજા સંતાન માટે સતત દબાણ કરવામાં આવતું હતું.
ત્રીજા સંતાનની માંગણીને લઈને પતિ દારૂ પી ને તેની પત્નીને ઢોર માર પણ મારતો હતો. ત્યારે પરિણીતાએ હારી થાકીને સમગ્ર મામલે તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર, વર્ષ 2011માં ફરિયાદ કરનાર પરણિત યુવતીના છાણી વિસ્તારની કલ્પવૃક્ષ સોસાયટીમાં રહેતા હિતેશ રમણભાઈ પરમાર સાથે લગ્ન થયા હતા. પરણીતાના પતિ એટલેકે હિતેશને દારૂની લત છે તે વાત સાસરિયાઓએ લગ્ન પહેલા છુપાવી હતી અને પરણીતાને અંધારામાં રાખીને લગ્ન કર્યા હતા.
પરંતુ લગ્નનાં તુરંત બાદ જ પરણીતાને જાણ થઈ ગઈ હતી કે તેના પતિ હિતેશને દારૂની લત છે. પરણીતાના જણાવ્યા અનુસાર, હિતેશ રોજ રાતે દારૂ પી ને તેને માર મારતો હતો, અને કહેતો હતો કે તારા કરતા તો તારી બહેન સારી લાગે છે. હિતેશના માતા-પિતા તેની આ હરકતને નજરઅંદાજ કરીને હમેંશા પરણીતાને સમજાવવાનો પ્રયાસ કરતા હતા.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બે વર્ષ પહેલાં પરિણીતાને ત્રણ માસનો ગર્ભ રહ્યું હતું ત્યારે લોહી ઓછું હોવાને કારણે ડોકટરે ત્રીજું બાળક ના રાખવાની સલાહ આપી હતી. જેને કારણે પરણીતાએ તેની માતા સાથે હોસ્પિટલ જઈને ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારે આ વાતની જાણ થતાં સાસરિયાઓ પરણીતાને રોજ મ્હેણા મારતા હતા અને બે સંતાન હોવા છતાં ત્રીજા સંતાન માટે સતત દબાણ કરતા હતા.
તમને જણાવી દઈએ કે, આશરે દોઢ મહિના પહેલા સિસવા ગામ ખાતે એક સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં જવાની વાતને લઈને બંને પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને હિતેશે લગ્નમાં દારૂ પી ને ધમાલ કરી હતી અને તેની પરણીતાને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ડરી ગયેલી પરણીતા લગ્નમાંથી સીધી પોતાના પિયર ગઈ હતી અને ત્યાં તેના માતાને સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી. ત્યારબાદ પરણીતાએ તેની માતા સાથે જઈને ફતેહગંજ પોલિસ સ્ટેશનમાં તેના પતિ હિતેશ અને સસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સમગ્ર મામલે ફતેહગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.