GujaratIndiaNews

વડોદરામાં 37 વર્ષીય બ્રેઇન ડેડ મહિલાનું અંગદાન કરી પાંચ લોકોને નવુંજીવન આપ્યું,

વડોદરાની હોસ્પીટલમાં 37 વર્ષીય ધૃણાલીબહેન પટેલ બ્રેઇન ડેડ જાહેર કરાયા,જેમાં ફેફસા,બે કિડની,લીવર,અને હ્રદય પરિવારે આ પાંચ અંગોના દાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન મળે.વડોદરાના વાસણા ખાતે રહેતા ધૃણાલીબહેનને 4 જાન્યુઆરીના રોજ અચાનક ઊલટીઓ થતા પરિવારના લોકો વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા.

હોસ્પિટલના તબીબો દ્વારા તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ દર્દીના શરીરમાં લોહી પ્લેટલેટ્સની સંખ્યા ઘટતી જતી હતી.જેથી બુધવારના દિવસે તેમણે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.37 વર્ષીય ધૃણાલીબહેનના પતિ અને પરિવારજનોએ હોસ્પિટલ સતાધીશોને અંગદાનની શક્યતાઓ વિશે પૂછતા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકારના નિયુક્ત અધિકારીઓને બોલાવી અંગદાન અંગે સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

પછી તબીબોને કયા અંગોનું દાન થઈ શકે તે અંગે પરીક્ષણ શરૂ કર્યું હતું.જેમાં બે કિડની,લિવર,ફેફસાં અને હૃદયનું દાન થઈ શકશે તેવા રિપોર્ટ આવ્યાં હતા.રિપોર્ટના આધારે સરકાર નિયુક્ત અધિકારીઓએ ભારત સરકારના અધિકારીઓને જાણ કરી.જેના આધારે તેમનું હૃદય ફરીદાબાદ,જ્યારે ફેફસાં ચેન્નઈ,લિવર અમદાવાદ અને કિડની વડોદરા ખાતે ટ્રાન્સપ્લાન્ટ માટે રાખવામાં આવી હતી.

ત્યારબાદ પોલીસ પેટ્રોલિંગ હેથળ એરપોર્ટથી ચાર્ટર્ડ ફ્લાઇટ વડે ફરીદાબાદ અને ચેન્નઈ ખાતે અવયવો પહોંચાડવામાં આવ્યાં હતાં.કહેવાય છે કે અંગદાન એ સૌથી મોટું દાન છે.