વાંસદાના ધારાસભ્યના અંકલાછ ગામે થયેલ અકસ્માત ને લઈને સામે આવી જાણકારી, આ કારણોસર સર્જાયો હતો અકસ્માત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વાસંદા ના સામે આવ્યો છે.
નવસારી વાસંદા ના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની કારને અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. વાસંદા ના ધારાસભ્ય કાર લઈને જઈ રહ્યા હતા તે સમયે નવસારી ના અંકલાછ ગામ પાસે અચાનક સામેથી એક બાઈક ચાલક આવી ગયો હતો. તેને બચાવવા જતાં ધારાસભ્ય ની કારના ડ્રાઇવર દ્વરા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેવામાં આવ્યો હતો અને કાર રોડની સાઈડ પર આવેલ ઝાડ સાથે ટકરાઈ ગઈ હતી. તેને લઈને લઈને ધારાસભ્ય કારનો અકસ્માત સર્જાયો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપી આવી રહેલા બાઈક ચાલકને બચાવવા જતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. ત્યાર બાદ સ્થાનિક લોકો અને વાહનચાલકો ની મદદ દ્વારા ધારાસભ્ય અને તેના ડ્રાઇવરને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમ છતાં આ ઘટનામાં ધારાસભ્ય તથા તેમના ડ્રાઇવરને સામાન્ય ઈજા થઈ હતી. તેમ છતાં ઝાડ સાથે કાર ટકરાતા ધારાસભ્ય અનંત પટેલ ની કારના આગળના ભાગમાં નુકસાન પહોંચ્યું હતું.