એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ ઉપર માતા લક્ષ્મીની કૃપા હોય છે તો તે વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. જો કોઈ વ્યક્તિથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે તો ઘરમાં ગરીબી આવે છે. લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. આ કારણે દરેક વ્યક્તિ ઈચ્છે કે કે ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હંમેશા તેમની ઉપર બનેલ રહે.
આજના સમયમાં પણ ઘણા એવા લોકો છે, જે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ રીત અપનાવે છે જેથી કરીને તેમના જીવનમાં પૈસા અને ધનની કમી ન રહે, પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં સુખ-સમૃદ્ધિનો પણ સંબંધ છે. અમારા રસોડામાં કારણ કે માતા અન્નપૂર્ણા રસોડામાં રહે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જોવા જઈએ તો રસોડામાં અમુક વસ્તુઓને ક્યારેય પુરી કરવા દેવી નહિ નહિ તો આ બહુ અશુભ માનવામાં આવે છે. એટલું જ નહિ પણ આમ થવાથી માતા અન્નપૂર્ણા તેનાથી નારાજ થઇ જાય છે. આજે અમે તમને જણાવશું કે રસોડાની એવી કઈ વસ્તુ છે જેકયાંરેયપુરી થવા દેવી જોઈએ નહિ. આ વસ્તુઓ પુરી થઇ જવી એ અશુભ માનવામાં આવે છે.
લોટ : લોટ એ આપણા રસોડાની ખુબ મહત્વની વસ્તુ છે. લગભગ બધા જ રસોડામાં લોટ હોય છે પણ ક્યારેક લોકો કામમાં એટલા વ્યસ્ત થઇ જાય છે કે જેને કારણે તેઓ કરિયાણું યોગ્ય સમયે ભરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં લોટ પૂરો થઇ જાય છે એ ખબર પડતી નથી પણ હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે રસોડામાં ક્યારેય પણ લોટ પૂરો થવા દેવો નહિ. લોટ પૂરો થઇ જવાથી ધન સંબંધિત મુશ્કેલીઓ ઉત્પન્ન થઇ શકે છે સાથે સાથે તમારા માન સન્માનમાં પણ કમી આવવાની સંભાવના છે.
હળદર : બધા ઘરોમાં હળદરનો ઉપયોગ રસોઈ માટે થાય છે. રસોઈ ઉપરાંત, હળદરનો ઉપયોગ શુભ કાર્ય અને પૂજામાં પણ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ ગુરુ ગ્રહ સાથે માનવામાં આવે છે. જો રસોડામાં હળદર નીકળી જાય તો તે ગુરુ દોષનું કારણ બને છે. એટલું જ નહીં પરંતુ સુખ-સમૃદ્ધિમાં ઘટાડો થાય છે અને શુભ કાર્યોમાં અવરોધ આવે છે. તેથી, જ્યારે પણ રસોડામાં હળદર ખતમ થઈ જાય છે, તો તમારે તે પહેલાં તેને લાવવી જોઈએ.
મીઠું : રસોડામાં મીઠું પણ ખુબ મહત્વનું છે. જો મીઠું ના હોય તો જમવાનો સ્વાદ બગડી જતો હો છે. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જો રસોડામાં મીઠું પૂરું થવા આવે તો તેની પહેલા જ મીઠું મંગાવીને રાખો નહિ તો તમારા જીવનમાં આને કારણે આર્થિક સંકટ પણ આવી શકે છે. તો મીઠું હવેથી પૂરું થવા દેતા નહિ કેમ કે તેનાથી આર્થિક સંકટ આવી શકે છે.
ચોખા : ચોખા શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે. શુક્ર ગ્રહ ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં ચોખા ખતમ થવાના છે, તો તે પહેલા મંગાવી લો, નહીંતર સુખ-સુવિધાઓમાં ઘટાડો થઈ શકે છે.