કોરોના વાયરસને પગલે સમગ્ર દેશભરમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે આ દરમિયાન લોકોને ધંધા-રોજગારને લઈને ખૂબ મુશ્કેલી પણ પડી રહી છે. અહી ઉલ્લેખનીય છે કે આ દરમિયાન સેવાભાવી લોકો જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરતા હોય છે તો અમુક લોકો લોકડાઉનનો ગેરફાયદો ઉઠાવીને લોકોને લૂંટતા પણ હોય છે.આ જ દરમિયાન આપણી વચ્ચે માનવતા મહેકાવી દેનાર એક કિસ્સો સામે આવ્યો છે જેને જાણતા લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના ઓરંગાબાદ શહેરમાં, લોકડાઉન વચ્ચે એક જગ્યાએ લાગેલું બોર્ડ અહીથી પસાર થતાં લોકોનું ધ્યાન ખેચી રહ્યું છે.તમને જણાવી દઈએ કે આ બોર્ડ પર લખેલું છે કે, “જો શક્ય હોય તો ખરીદો અથવા તો મફતમાં લો.” લોકો આ વ્યક્તિને જીજ્ઞાસા ભરી નજરથી જુએ છે, તો આ જોનાર બધા લોકો આ વ્યક્તિની પ્રયાસની ખૂબ જ પ્રશંસા કરે છે.તમને જણાવી દઈએ કે આ શાકભાજી વેચનાર વ્યક્તિ ગ્રેજ્યુએટ છે અને એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તે બંધને કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને શાકભાજી પૂરી પાડી રહ્યો છે.
લોકડાઉન દરમિયાન, જ્યારે એક ખાનગી કંપનીએ તેને પૈસા આપવાનું બંધ કરી દીધું, ત્યારે રાહુલ લબાડેએ પોતાનું જીવન નિર્વાહ કરવા માટે પિતા સાથે શાકભાજી વેચવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં તે અન્ય શાકભાજી વિક્રેતાઓની જેમ બજાર ભાવે શાકભાજી વેચતો હતો પરંતુ બાદમાં તેણે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને શાકભાજી વિના મૂલ્યે આપવાનું નક્કી કર્યું. તેણે જણાવ્યું કે ચાર દિવસ પહેલા એક મહિલા પાંચ રૂપિયા લઈને શાકભાજી ખરીદવા આવી હતી.
તેમણે પીટીઆઈ ભાષાને કહ્યું, “એક વૃદ્ધ મહિલા મારી પાસે આવી અને તેમને પૈસા ન હોવાને કારણે પાંચ રૂપિયાની શાકભાજી આપવા કહ્યું.” આ પછી, મેં તેમને મફતમાં શાકભાજી મફતમાં આપી. આ પછી મેં નક્કી કર્યું કે આવા લોકો જે ખરીદી કરવાની સ્થિતિમાં નથી, તેઓને મફતમાં શાકભાજી આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે જરૂરિયાતમંદોને મફતમાં શાકભાજી આપીને લોકોની પ્રશંસા કમાનાર લબડેએ દાવો કર્યો છે કે તેણે છેલ્લા ત્રણ દિવસમાં આશરે 100 જેટલા લોકોની મફતમાં શાકભાજી આપીને મદદ કરી છે.અહી ઉલ્લેખનીય છે કે તે શહેરના ભાવસિંહપુર વિસ્તારમાં આવેલા આંબેડકર ચોકમાં શાકભાજી વેચે છે.
તેમની વાત દરમિયાન તેમણે કહ્યું, ‘મેં લોકોને અત્યાર સુધીમાં 2 હજાર રૂપિયા સુધીની શાકભાજી મફતમાં આપી છે. જ્યાં સુધી મારી નાણાકીય સ્થિતિ મને મંજૂરી આપે ત્યાં સુધી હું આ કાર્ય ચાલુ જ રાખીશ.વધુમાં એણે કહ્યું હતું કે “હું ઈચ્છું છું કે રાત્રે કોઈ ભૂખ્યો ન સૂઈ શકે.”