GujaratSouth GujaratSurat

વેવાઈ-વેવાણ કેસ: સંતાનના લગ્ન તૂટી જતા વેવાણના સગા વેવાઈને ઘરેણાં પાછા આપવા ગયા તો વેવાઈએ કર્યો હુમલો

આજકાલ ગુજરાતમાં કદાચ કોઈ એવું નહીં હોય જેને વેવાઈ-વેવાણ ની પ્રેમકહાની વિશે ખબર નહીં હોય. બનાવ એવો હતો કે સુરતના કતારગામમાં રહેતા મનીષભાઈ(નામ બદલ્યું છે) ના દીકરાના લગ્ન નવસારી ખાતે નક્કી કરાયા હતા. પરંતુ વેવાણ તો વેવાઈની જૂની પ્રેમિકા જ હતી. સંતાનોના લગ્ન નક્કી થયા બાદ વેવાઈ-વેવાણ નજીક આવતા જ પ્રેમ તાજો થયો હતો.બાદમાં વેવાઈ-વેવાણ ઘરેથી ભાગી ગયા હતા અને ઉજ્જૈનમાં રોકાયા હતા. આ ઘટના ગુજરાતના સોશિયલ મીડિયામાં ખુબ જ ટ્રેન્ડ કરી રહી છે.

જો કે 2 દિવસ પહેલા બન્ને પાછા આવી ગયા હતા.વેવાણના પતિએ તો તેને સ્વીકારવાની જ ના પાડી દીધી હતી જેથી તે પોતાના પિતાના ઘરે ગઈ હતી.જયારે વેવાઈ પોતાના સુરત ખાતેના ઘરે આવ્યા હતા.સુરેશભાઈએ દીકરાના લગ્ન તૂટતાં સમાજમાં થનારી બદનામીની બીકથી ભાગી ગયા હોવાનું કહ્યું હતું.

આ બધું તો ઠીક, પણ સંતાનના લગ્ન તૂટી જતા વેવાણના સાગા વેવાઈના ઘરે દાગીના પાછા આપવા આવ્યા ત્યાં પણ જોવા જેવી થઇ હતી.તેમણે બેગમાંથી ઘરેણાં કાઢીને વેવાઈ તરફ ફેંક્યા હતા. વેવાઈએ ઘરેણાં ન ફેંકવાનું કહ્યું હતું અને માથાકૂટ થઈ હતી.વેવાઈએ બંને સગાઓને પોતાના ઘરે ગોંધી રાખ્યા હતા.વેવાણના સગાઈ પોલીસને ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી અને બંન્ને ને મુક્ત કરાવ્યા હતા.પોલીસે વેવાઈ તેમજ બંને સગાની અટકાયત કરી હતી.

વેવાણ ના સગાઓએ વેવાઈએ હુમલો કર્યો હોવાની વાત કરી હતી.દાગીના આપવા આવેલા સગા પર વેવાઈએ હુમલો કરીને ગોંધી રાખ્યા હતા. હાલ તો ગુજરાતમાં આ ઘટાને ભારે ચર્ચા જગાવી છે.