GujaratSouth GujaratSurat

ભાગી ગયેલા વેવાણ આવ્યા: લોકો જોવા ઉમટી પડ્યા, પણ પતિએ હવે સ્વીકારવાની ના પાડી દીધી

આપણે દુનિયામાં અવનવી પ્રેમ કહાનીઓ સાંભળી હશે પણ ગુજરાતની એક પ્રેમકહાની હાલ ખુબ જ ચર્ચામા છે. આ પ્રેમ કહાની એક વેવાઈ અને વેવાણની છે. સુરતમાં રહેતા વેવાઈ નવસારીની વેવાણને લઈને ભાગી ગયા હતા ત્યારથી લોકોમાં તેમની ચર્ચા ચાલી રહી છે. સુરતમાં દીકરા અને દીકરીના લગ્ન પહેલા જ વેવાઈ અને વેવાણ ભાગી ગયા હતા. વેવાઈ-વેવાણ ના આવા કામથી પરિવારજનો પણ શરમમાં મુકાઈ ગયા હતા.

પરંતુ હવે થોડા દિવસ બાદ વેવાણ-વેવાઈ એ પાછા આવવાનું નક્કી કર્યું હતું. ગઈકાલે રવિવારે વેવાણ સુરતના વેજલપોર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં તેમને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.તેમનો કિસ્સો ગુજરાતના સોશિયલ મીડિયામાં ખુબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે.લગભગ કોઈક જ એવું હશે જેમને આ પ્રેમ કહાની વિશે ખબર ન હોય. વેવાણ તો પાછા આવી ગયા પણ વેવાઈ ક્યાં છે તે અંગે કોઈ સમાચાર આવ્યા નથી.

પોલીસ દ્વારા વેવાણના પતિને જાણ કરાતા તેમણે તો પત્ની ને અપનાવવાનો ઈન્કાર કરી દીધો હતો.બાદમાં વેવાણના પિતાને બોલાવવામાં આવ્યા હતા. પિતા પોલીસમથકે આવ્યા હતા અને તેમની દીકરીને લઈ ગયા હતા.

વાત એવી હતી કે વેવાણ-વેવાઈ કે બંને વચ્ચે પહેલાથી જ પ્રેમ હતો. જયારે તેમના લગ્ન નહોતા થયા ત્યારે જ બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા પણ લગ્ન થઇ શક્યા નહોતા. જો કે સ્થિતિ એવી બની કે તેમન સંતાનોના લગ્ન નક્કી થયા. આ બધા વચ્ચે વેવાણ વેવાઈનો જૂનો પ્રેમ જાગી ગયો હતો.

બંને પ્રેમીપંખીડા પ્રેમમાં એટલા પાગલ હતા કે દીકરા-દીકરી ના લગ્નની તારીખ પણ નક્કી થઇ ગઈ હોવા છતાં દુનિયાની પર્વ કર્યા વગર ભાગી ગયા હતા.પછી તો શું આ કિસ્સો ગુજરાતમાં લોકોના મોઢે ચડી ગયો અને જોતજોતામાં વેવાણ-વેવાઈની ઓડિયો કલીપ પણ ફરતી થઇ અને લોકો મજાક ઉડાવવા લાગ્યા હતા.

કહેવાય છે કે વેવાઈ કે જે સુરતના રહેવાસી છે તે રાજકીય પાર્ટીના આગેવાન પણ છે અને આર્થિક રીતે પણ સમૃદ્ધ છે. જયારે વેવાણ નવસારીના રહેવાસી છે. તેમના બાળકોના લગ્ન 14 ફેબ્રુઆરી એ હતા પણ માતા અને પિતાએ આવું કરતા લગ્ન તોડી નાખવાનો વારો આવ્યો હતો.