Ajab Gajab

વિકેટ લીધા પછી ગ્રાઉન્ડમાં બોલરે કર્યું એવું કે આખું ગ્રાઉન્ડ જોતું જ રહી ગયું, જુઓ વિડિયોમાં…

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાના એક ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.ઘણા ક્રિકેટરોએ આ ગીત પર અલ્લુ અર્જુને કરેલા સ્ટેપ્સની નકલ કરવાનો પ્રયાસ કર્યો છે,જેમાં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર, વેસ્ટ ઈન્ડિઝના બ્રાવોએ પણ ડાન્સ કર્યો હતો.

હવે પુષ્પાના ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.જેમાં ડ્વેન બ્રાવો પુષ્પાના ગીત પર ડાન્સ કરી રહ્યા છે.થોડા દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે પણ પુષ્પાના ગીત પર ડાન્સ કર્યો હતો,આ ડાન્સ પર સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને સામે રિપ્લાય પણ આપ્યો હતો.

આવું જ કઈ મેચમાં વિકેટ લીધા બાદ ડ્વેન બ્રાવોએ ખુશી વ્યક્ત કરવા મેદાનમાં જ પુષ્પાનો ડાન્સ કર્યો,જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.