Gujarat

ગાંધીનગર: વિદેશમાં જવાની લાલચ આપીને કર્યું અપહરણ અને પછી..

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે કબૂતરબાજી નો એક બહુ જ મોટા રેકેટને ઉઘાડું પાડ્યું છે. વિદેશ મોકલવાની લાલચ આપ્યા બાદ છેતરપિંડી આચરી ગેરકાયદેસર રીતે બંદૂકની અણીએ ડરાવી ધમકાવી ગોંધી રાખી અને રૂપિયા પડાવતી ગેંગે નિર્દોષ લોકોને છેલ્લા ત્રણ મહિનાથી બંધી બનાવેલ. ત્યારેlcb એ દિલ્હી અને કોલકત્તા માંથી નિર્દોષ લોકોને આરોપીની તમ ચંગુલમાંથી છોડાવીને ગેંગનો પર્દાફાશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ કસ્ટડીમાં આવેલ આ આરોપીએ અનેક નિર્દોષ લોકો સાથે છેતરપિંડી અચરીને એક બહુ જ મોટા ગુનાઓ ને અંજામ આપી રહ્યો હતો. આરોપી પોતાના સહ આરોપીઓ સાથે મળીને આ ગુનાને અંજામ આપી રહ્યો હતો. lcb ને તારીખ ૧૨/૦૨/૨૦૨૨ શનિવારના રોજ રજુઆત મળી હતી કે ગાંધીનગર, મહેસાણા તેમજ અમદાવાદ શહેરના કેટલાક નવયુવાન દંપતીઓને વિદેશ મોકલવાની લાલચ આપીને તેમને કોલકત્તા અને દીલ્હી ખાતે બોલાવવામાં આવ્યા હતા. અને છેલ્લા 2 મહિનાથી તેમને પૈસા પડાવવા માટે અજ્ઞાત સ્થળે ગોંધી રાખ્યા છે.

આ અંગે જાણકારી મળતા જ LCB-2ના પોલિસ ઇન્સપેક્ટર જે.એચ.સિંધવ ને તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યો અને જેના આધારે LCB-2 ના અધિકારી તેમજ સ્ટાફના માણસોની વિવિધ ટીમો પણ બનાવી હતી. અને તાત્કાલીક અસરથી હવાઈ માર્ગે કોલકત્તા તેમજ દીલ્હી ખાતે આ તમામ ટિમો રવાના થઈ હતી. જેમાં સ્પેશ્યલ સેલની મદદથી દિલ્હીમાં ભોગ બનનાર લોકોનું લોકેશન જાણીને સૌને સહી સલામત ઘરે લાવવા માટે રેસ્ક્યુ કર્યું હતું.

બાળકો સાથે કુલ ૧૫ જેટલા ભોગ બનનાર વ્યક્તિઓને આરોપીઓની ચુંગાલમાંથી છોડાવીને રેલ માર્ગે અને હવાઈ માર્ગે ગાંધીનગર પરત લાવવામાં આવ્યા હતા. અને તે તમામની પુછપરછ કરતા અનેક મોટા ખુલાસાઓ સામે આવ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર,એજન્ટ રાજેશ નટવરલાલ પટેલ દ્વારા આ તમામ લોકોને કોલકત્તા તેમજ દીલ્હી ખાતે મોકલવામાં આવ્યા હતા. અને ત્યાં સુશિલ રોય, સંતોષ રોય તેમજ કમલ સિંઘાનિયા નામના લોકોએ સાથે મળીને આ લોકોને બંદૂકની અણીપર ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા હતા. અને આ લોકો પર ખૂબ જ ત્રાસ ગુજારતા હતા.

તેમના પરિવાર સાથે આ લોકોની ટેલિફોનિક વાત કરાવડાવીને અમે કેનેડા પહોચી ગયા છે તેમ ધમકાવીને બોલાવડાવી પરિવાર પાસેથી અત્યાર સુધી કુલ ૨,૩૫,૦૦,૦૦૦ રૂપિયા જેટલી રકમ ખંડણી સ્વરૂપે વસુલ કરી હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસે રેસ્ક્યુ કરેલ તમામ લોકોને સહી સલામત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવેલ છે.

આ ટોળકીએ આવા અનેક ગુન્હાઓને આ પહેલા પણ અંજામ આપ્યા હોવાનુ જણાઈ આવેલ છે.તમને જણાવી દઈએ કે, હાલ આ મામલે એક આરોપી રાજેશ નટવરલાલ પટેલની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. અને બાકીના તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે શોધખોળ ચાલુ છે. આ બાબતે પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે