BjpCongressGandhinagarGujarat
Trending

કોંગ્રેસ આક્રમકઃ મૂડમાં : નેતાઓ પર વોટર કેનનથી પાણીનો મારો, અમિત ચાવડાના કપડાં ફાટ્યા, નેતાઓની અટકાયત પણ કરવામાં આવી

કોંગ્રેસે વિધાનસભા કૂચ કરી હતી પણ થોડે આગળ જતા જ કૂચ પર પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો અને કૂચને આગળ જતા અટકાવી હતી.કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ અમિત ચાવડા તેમજ કેટલાક ધારાસભ્યો અને કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે.કોંગ્રેસ ઉગ્ર બનતા પોલીસ વાહનો પર પથ્થરમારો પણ કર્યો હતો અને કુછ આગળ ચાલુ રાખી હતી.

નેતાઓએ મંજૂરી વગર કૂચ શરુ કર્યા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત કરવામાં આવી છે.કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પોલીસ દ્વારા લાઠીચાર્ચ કરીને બળજબરી કરવામાં આવી રહી છે. સરકારને ઘેરવા માટે રાજ્યભરમાંથી કોંગ્રેસના કાર્યકરો ગાંધીનગર ખાતે આવ્યા હતા. કોંગ્રેસે વિવિધ મુદ્દે સરકારને ઘેરવાનો કાર્યક્રમ રાખ્યો હતો.

પરીક્ષાઓમાં ગેરરીતિ, મહિલા સુરક્ષા,પાક વીમો, DPS સ્કૂલ વિવાદ જેવા અનેક મુદ્દે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે.ગાંધીનગર પોલીસ પણ એલર્ટ છે. ગાંધીનગરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ 2000 પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.પોલીસે લોકોની અટકાત કરવાનું પણ શરુ કર્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે ભાજપની સરકાર અંગ્રેજો જેવો અત્યાર કરી રહી છે.