Uncategorized

ચંદ્રની સપાટી પર ભૂકંપ? વિક્રમ લેન્ડરે ધ્રુજારી રેકોર્ડ કરી, ISRO અભ્યાસ કરી રહ્યું છે

વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર કંપનો રેકોર્ડ કર્યા છે. તેમના સંશોધન દરમિયાન, વિક્રમે ચંદ્રની સપાટી પર લગભગ પાંચ સેકન્ડ સુધી કંપનો રેકોર્ડ કર્યા. ચંદ્ર પરના આ કથિત ‘ભૂકંપ’ અંગે ઈસરોએ કહ્યું છે કે ચંદ્ર પર આ કુદરતી ઘટના નોંધવામાં આવી છે. આ અંગે પ્રજ્ઞાન રોવર અને અન્ય પેલોડ્સે પણ ઈસરોને ડેટા મોકલી દીધો છે અને હવે આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

26 ઓગસ્ટ 2023ના રોજ લગભગ 5 સેકન્ડ સુધી ચાલતા આ કંપનને લેન્ડરમાં સ્થાપિત ILSA એ રેકોર્ડ કર્યું હતું. જો કે ISRO ચંદ્રના આ કંપનના કારણો પર સંશોધન કરી રહ્યું છે. કારણ કે ચંદ્રની સપાટી પર પડતી ઉલ્કાઓ અને ભૂગર્ભીય હલનચલન ને કારણે ભૂકંપ આવે છે.

ISROએ જણાવ્યું હતું કે લુનાર સિસ્મિક એક્ટિવિટી (ILSA) પેલોડે એક ઘટના રેકોર્ડ કરી છે જે કુદરતી લાગે છે. વિક્રમ લેન્ડર દ્વારા શોધાયેલ આ સમગ્ર ઘટના ચંદ્રની સપાટી પર ધરતીકંપની સંભાવના દર્શાવે છે, જો કે તે હજુ તપાસ હેઠળ હોવાથી કંઈપણ કહેવું વહેલું છે. ISROએ કહ્યું તેણે 26 ઓગસ્ટ, 2023ના રોજ જે કુદરતી ઘટના નોંધી છે. તેના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે.

હાલમાં ચંદ્રયાન 3 સારી રીતે કામ કરી રહ્યું છે. ચંદ્રયાન 3 ચંદ્ર પર ઉતર્યાને આજે 10મો દિવસ છે. આ દરમિયાન ચંદ્રયાને ચંદ્રની સપાટી પરથી ઘણી મહત્વપૂર્ણ માહિતી મોકલી છે. આમાં સૌથી મહત્વપૂર્ણ ચંદ્રની સપાટી પરના તાપમાન વિશે મોકલવામાં આવતી માહિતી છે. તમને જણાવી દઈએ કે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત ચોથો દેશ છે. વધુ મહત્ત્વની વાત એ છે કે આ સોફ્ટ લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરવામાં આવ્યું છે અને આવું કરનાર ભારત પહેલો દેશ છે.