India

વિશાલ દદલાનીના પિતાનું થયું નિધન, અંતિમ સમયમાં પણ મળી શક્યા નહિ કોરોના બન્યું અડચણ

સંગીતકાર-ગાયક વિશાલ દદલાનીના પિતા મોટી દદલાનીનું 8 તારીખ 79 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે. વિશાલે ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી છે. તેમના પિતા છેલ્લા 3 થી 4 દિવસથીઆઇસીયુ માં હતા. તેમણે પોસ્ટમાં જણાવ્યું છે કે આ સમયે તેમના પિતા કોરોના સંક્રમિત હતા એટલે તેઓ આઇસોલેશનમાં હતા અને તેને લીધે જ તે પિતાને અંતિમ સમયે મળી શક્યા હતા નહિ. આ વિષે વિશાલે સોશિયલ મીડિયા ર ખુબ ભાવુક પોસ્ટ પણ મૂકી હતી.

ઇન્સ્ટાગ્રામ પર તેના પિતાની તસવીર શેર કરતા વિશાલ દદલાનીએ લખ્યું, “તે તેના પિતા સાથે અંતિમ ક્ષણોમાં રહી શકે તેમ નથી કારણ કે શુક્રવારે તેને કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. તેણે આગળ લખ્યું, “તેઓ મારા શ્રેષ્ઠ મિત્ર હતા, શ્રેષ્ઠ ગુમાવ્યો. અને ગઈ રાત્રે પૃથ્વી પરનો સૌથી દયાળુ માણસ. મને તેમના કરતાં વધુ સારા પિતા, તેમના કરતાં વધુ સારી વ્યક્તિ અથવા તેમના કરતાં વધુ સારા શિક્ષક જીવનમાં ક્યારેય નહીં મળે. મારામાં જે સારું છે તે ફક્ત તેનું પ્રકાશ પ્રતિબિંબ છે.

તેમણે આ પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, ‘તેમના પિતા છેલ્લા 3-4 દિવસથી આઇસીયુમાં હતા, પણ કાલથી તે તેમને મળી શક્યા નથી કેમ કે મારો પણ કોરોના રિપોર્ટ પોજીટીવ આવ્યો છે. સારું છે કે મારી બહેન પાસે જેટલી હિંમત અને તાકાત છે તેનાથી તે બધું સંભાળી રહી છે. આ સૌથી મુશ્કેલ સમય છે. પિતા વગર વિશ્વમાં કેવીરીતે રહેવું. હું સંપૂર્ણ રીતે ખોવાઈ ગયો છું.’

વિશાલ દદલાનીએ શુક્રવારે સોશિયલ મીડિયા દ્વારા તેના કોરોના વાયરસ સંક્રમણ વિશે ખુલાસો કર્યો હતો. સંગીતકારે કહ્યું કે “દરેક સાવચેતી” લેવા છતાં, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તે આ સમયે આઈસોલેશનમાં છે.